સેલ્ફ-ડાઉટમાંથી દરેક ઍક્ટર પસાર થાય છે: મનોજ બાજપાઈ

12 October, 2020 06:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સેલ્ફ-ડાઉટમાંથી દરેક ઍક્ટર પસાર થાય છે: મનોજ બાજપાઈ

મનોજ બાજપાઈ

મનોજ બાજપાઈનું કહેવું છે કે દરેક ઍક્ટરની કરીઅરમાં એક સમય એવો આવે છે જ્યારે તે પોતાના પર ડાઉટ કરે છે. 26 વર્ષની કરીઅરમાં તેને બે નૅશનલ અવૉર્ડ્સ અને પદ્મશ્રી અવૉર્ડ પણ મળ્યા છે. તેમ છતાં તે ઘણી વાર પોતાના પર ડાઉટ કરે છે. આ વિશે વધુ વાત કરતાં મનોજ બાજપાઈએ કહ્યું હતું કે ‘સેલ્ફ ડાઉટ હંમેશાં સાથે જ હોય છે. ઍક્ટિંગ એક ખૂબ જ વિચિત્ર આર્ટ છે. આ એક એવું ક્રાફ્ટ છે જે તમને કોઈ દિવસ રિલૅક્સ અને તમને પોતાના પર કૉન્ફિડન્ટ ફીલ નથી થવા દેતું. આ વિશે તમને રોજને રોજ કંઈને કંઈ શીખવા મળે છે. એમાં તમે ખોટા થવાનું સહન ન કરી શકો. તમારે સતત શીખતા રહેવું પડે છે. સેલ્ફ-ડાઉટ એક એવી પરિસ્થિતિ છે જેમાંથી દરેક ઍક્ટર્સ રોજ પસાર થતા હોય છે. હું લોકોથી અલગ નથી.’

entertainment news bollywood bollywood news bollywood gossips manoj bajpayee