મનોજ બાજપાઈનું ટ્વિટર અકાઉન્ટ થયું હૅક

07 January, 2023 02:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મનોજ બાજપાઈનું કહેવું છે કે તેનું ટ‍્વિટર અકાઉન્ટ હૅક થઈ ગયું છે. તેણે આ સમાચાર ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શૅર કરીને જણાવ્યા છે.

મનોજ બાજપેયી

મનોજ બાજપાઈનું કહેવું છે કે તેનું ટ‍્વિટર અકાઉન્ટ હૅક થઈ ગયું છે. તેણે આ સમાચાર ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શૅર કરીને જણાવ્યા છે. તેના ફૅન્સ અને ફૉલોઅર્સને હાલમાં ટ‍્વિટરના તેના અકાઉન્ટ સાથે કોઈ પણ જાતના એન્ગેજમેન્ટથી દૂર રહેવા માટે કહ્યું છે. મનોજ બાજપાઈએ કૅપ્શન આપી હતી કે ‘મારું ટ‍્વિટર અકાઉન્ટ હૅક થઈ ગયું છે. મારી પ્રોફાઇલ જ્યાં 
સુધી રીસ્ટોર કરવામાં ન આવે ત્યાં સુધી એમાંથી કોઈ પણ પ્રકારનું એન્ગેજમેન્ટ આવે તો એનાથી દૂર રહેવું.’

bollywood news manoj bajpayee twitter