મનીષાની આ બર્થ-ડે પાર્ટીમાં ગુલશન ગ્રોવર, સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલ, જૅકી શ્રોફ, રિચા ચઢ્ઢા અને અલી ફઝલ, મનીષ મલ્હોત્રા, ગોવિંદાની પત્ની સુનીતા અને દિવ્યા દત્તા સહિત અન્ય મિત્રો સામેલ હતા.
બર્થ-ડે પાર્ટી
મનીષા કોઇરાલાની ૧૬ ઑગસ્ટે પંચાવનમી વર્ષગાંઠ હતી અને તેણે મિત્રો સાથે આ દિવસનું સેલિબ્રેશન કર્યું હતું. મનીષાએ મંગળવારે આ ઉજવણીનો વિડિયો સોશ્યલ મીડિયામાં શૅર કર્યો છે. મનીષાએ પોસ્ટની કૅપ્શનમાં લખ્યું હતું કે ‘દિલ કૃતજ્ઞતાથી ભરેલું છે. મારા પ્રિયજનો—માતા-પિતા, ત્રણ દાયકાથી સાથે રહેલા જૂના મિત્રો અને નવા મિત્રો સાથે ઉજવણી કરી રહી છું. આ શહેરમાં, જેણે મને ઘણુંબધું આપ્યું, આ પળ વધુ ખાસ લાગે છે. પ્રેમ, ખુશી અને સાથ માટે જિંદગીનો આભાર.’
મનીષાની આ બર્થ-ડે પાર્ટીમાં ગુલશન ગ્રોવર, સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલ, જૅકી શ્રોફ, રિચા ચઢ્ઢા અને અલી ફઝલ, મનીષ મલ્હોત્રા, ગોવિંદાની પત્ની સુનીતા અને દિવ્યા દત્તા સહિત અન્ય મિત્રો સામેલ હતા.