93માં ઓસ્કર અવોર્ડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે મલયાલમ ફિલ્મ 'જલીકટ્ટુ'

25 November, 2020 05:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

93માં ઓસ્કર અવોર્ડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે મલયાલમ ફિલ્મ 'જલીકટ્ટુ'

જલીકટ્ટુ

25 એપ્રિલ 2021ના રોજ લોસ એન્જલસમાં યોજાનારા 93મા એકેડમી એવોર્ડ્સ માટે ભારત તરફથી મલયાલમ ફિલ્મ 'જલીકટ્ટુ'ને ઓફિશિયલ એન્ટ્રી જાહેર કરવામાં આવી છે. 'જલીકટ્ટુ'ની પસંદગી 27 ફિલ્મમાંથી કરવામાં આવી છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાના 14 સભ્યોની એક કમિટીના ડિરેક્ટર લિજો પેલ્લીસરીએ આ ફિલ્મને પસંદ કરી છે. 'જલીકટ્ટુ' બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ ફોરેન લેન્ગવેજ કેટેગરીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. 'જલીકટ્ટુ'ને

93મા ઓસ્કર અવોર્ડમાં એન્ટ્રી મોકલવા માટે દેશભરની કુલ 27 ફિલ્મો વચ્ચે કોમ્પિટિશન હતી. તેમાં શૂજિત સરકારની 'ગુલાબો સિતાબો', સફદર રહનાની 'ચિપ્પા', હંસલ મેહતાની 'છલાંગ', ચૈતન્ય તામ્હણેની 'ધ ડિસિપલ', વિધુ વિનોદ ચોપરાની 'શિકારા', અનંત મહાદેવનની 'બિટરસ્વીટ', રોહેના ગગેરાની 'ઇઝ લવ ઇનફ સર', ગીતુ મોહનદાસની 'મૂથોન', નીલા માધબની 'કલીરા અતીતા', અનવિતા દત્તની 'બુલબુલ', 'હાર્દિક મેહતાની 'કામયાબ' અને સત્યાંશુ- દેવાંશુની 'ચિન્ટુ કા બર્થડે' પણ સામેલ હતી.

ઓસ્કર માટે મોકલવામાં આવેલી 'જલીકટ્ટુ' ફિલ્મ કેરળના ઇડુક્કી જિલ્લાની વિવાદિત રમત પર આધારિત છે. તેમાં એક આખલાને મારતા પહેલાં ભીડ વચ્ચે છોડી દેવામાં આવે છે.

2019માં ઝોયા અખ્તરની ફિલ્મ 'ગલી બોય'ને 2020માં થયેલા 92માં ઓસ્કર અવોર્ડ માટે ઓફિશ્યલ એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી હતી. તે અગાઉ રીમા દાસની 'વિલેજ રોક્સ્ટાર્સ', અમિત મસુરકરની 'ન્યુટન', વેટ્રી મારનની 'વિસારાનઈ' અને ચૈતન્ય તામ્હણેની 'કોર્ટ' પણ ફોરેન લેન્ગવેજ કેટેગરીમાં મોકલવામાં આવી હતી. જોકે, અત્યારસુધી આ કેટેગરીમાં કોઈપણ ઇન્ડિયન ફિલ્મને ઓસ્કર મળ્યો નથી.

entertainment news bollywood bollywood news