લોકપ્રિય મલયાલમ અભિનેતા રિજાબાવાનું લાંબી બિમારી બાદ નિધન

13 September, 2021 07:20 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

મલયાલમ અભિનેતા રિજાબાવાનું 54 વર્ષની વયે લાંબી બિમારી બાદ નિધન થયું છે.

પ્રતીકાત્મક તસવીર

મલયાલમ ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવનાર અભિનેતા રિજાબાવાએ પોતાની ફિલ્મી કારકિર્દીમાં 120 થી વધુ ફિલ્મો કરી હતી. તેમણે ત્રણ દાયકા સુધી સ્ક્રીન પર પોતાના પ્રેક્ષકોનું મનોરંજન કર્યું. પરંતુ 54 વર્ષની ઉંમરે દિગ્ગજ અભિનેતા રિજાબાવાએ કોચિનની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. મળતી માહિતી અનુસાર રિજાબાવા લાંબા સમયથી કિડનીની બિમારી માટે કોચિન હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. પરંતુ 13 સપ્ટેમ્બરના રોજ બપોરે તેનું લાંબી સારવાર બાદ મોત નીપજ્યું હતું.

અભિનેતા રિજાબાવાએ પોતાની કારકિર્દીની શરૂઆત થિયેટરથી કરી હતી. તેની પ્રથમ મલયાલમ ફિલ્મ ડૉ. પાસુપતિ હતી. હરિહર નગર રિજાબાવાની બીજી ફિલ્મ હતી. જે રીતે તેણે આ ફિલ્મમાં મોટા પડદા પર પોતાના નેગેટિવ પાત્રનું ચિત્રણ કર્યું તે પછી, તે વિલનની ભૂમિકા ભજવનાર મલયાલમ નિર્દેશકોની યાદીમાં પ્રથમ હતા.    

મલયાલમ ફિલ્મોમાં પોતાની છાપ છોડનાર અભિનેતા રિજાબાવાએ ટેલિવિઝનમાં પણ ઘણું કામ કર્યું હતું. છેલ્લા 10 વર્ષથી તે ફિલ્મોમાં સક્રિય નહોતો કારણ કે તેનું સમગ્ર ધ્યાન તેની ટેલિવિઝન સિરિયલો પર હતું. પોક્કીરી રાજામાં તેમણે મોટા પડદા પર મંત્રીની ભૂમિકા ભજવી હતી. મામુટી અને સુકુમારન આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં હતા. 2010 માં તેમને કર્મયોગી ફિલ્મ માટે બેસ્ટ ડબિંગ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો.

entertainment news