બ્રેકઅપ પછી પણ અર્જુન કપૂર અને મલાઇકા વચ્ચે સ્ટ્રૉન્ગ ફ્રૅન્ડશિપ બૉન્ડ

28 June, 2025 11:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લાઇકાએ અર્જુનની એક મજેદાર ક્લિપ શૅર કરી હતી જેમાં અર્જુન મસ્તીના મૂડમાં જોવા મળ્યો છે. મલાઇકાએ આ પોસ્ટમાં લખ્યું છે, ‘હૅપી બર્થ-ડે અર્જુન’

મલાઇકાએ અર્જુનના જન્મદિવસે સોશ્યલ મીડિયા સ્ટોરી દ્વારા તેને શુભેચ્છા આપી હતી

અર્જુન કપૂરની ગુરુવારે ૪૦મી વર્ષગાંઠ હતી અને સોશ્યલ મીડિયા પર તેને અનેક મિત્રોએ શુભેચ્છા પાઠવી છે, પરંતુ સૌથી વધુ ધ્યાન ખેંચનારી શુભેચ્છા ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ મલાઇકા અરોરાની છે. લાંબી રિલેશનશિપ પછી અર્જુન અને મલાઇકાના બ્રેકઅપના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા, પરંતુ મલાઇકાની આ પોસ્ટથી સ્પષ્ટ છે કે બન્ને વચ્ચેની મિત્રતા હજી પણ જળવાયેલી છે.
મલાઇકાએ અર્જુનના જન્મદિવસે સોશ્યલ મીડિયા સ્ટોરી દ્વારા તેને શુભેચ્છા આપી હતી. મલાઇકાએ અર્જુનની એક મજેદાર ક્લિપ શૅર કરી હતી જેમાં અર્જુન મસ્તીના મૂડમાં જોવા મળ્યો છે. મલાઇકાએ આ પોસ્ટમાં લખ્યું છે, ‘હૅપી બર્થ-ડે અર્જુન.’

થોડા મહિના પહેલાં જ્યારે મલાઇકાના પપ્પાનું નિધન થયું હતું ત્યારે અર્જુન દરેક પળે તેની સાથે રહ્યો હતો. બન્નેની એકમેક પ્રત્યેની એ કાળજી દર્શાવે છે કે તેમની વચ્ચે સ્ટ્રૉન્ગ ફ્રૅન્ડશિપ બૉન્ડ છે. કેટલાક લોકો એને મૅચ્યોર રિલેશનશિપનું ઉદાહરણ ગણાવી રહ્યા છે, જ્યાં બે વ્યક્તિઓ બ્રેકઅપ બાદ પણ એકમેક માટે સન્માન અને સ્નેહ જાળવી રાખે છે.

arjun kapoor malaika arora happy birthday instagram social media entertainment news bollywood bollywood news bollywood gossips