અર્જુન કપૂરને મુકીને આની સાથે ડેટ પર ગઈ મલાઈકા અરોરા, જુઓ ફોટોસ

20 November, 2019 01:18 PM IST  |  Mumbai

અર્જુન કપૂરને મુકીને આની સાથે ડેટ પર ગઈ મલાઈકા અરોરા, જુઓ ફોટોસ

મલાઈકા અરોરા

બોલીવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરા અર્જુન કપૂર સાથેના પોતાના સંબંધોને લઈને ચર્ચામાં રહે છે. બંનેએ જ્યારથી પોતાના સંબંધોની જાહેરાત કરી છે ત્યારથી તેઓ જ્યાં પણ સાથે જાય છે ત્યાંથી તેમની તસવીરો વાયરલ થઈ જાય છે. બંનેની ઉંમરમાં ભલે અંતર છે પરંતુ તેમનું બંધન ખૂબ જ સ્ટ્રોન્ગ છે. મલાઈકાના જીવનમાં અર્જુન કેટલા સ્પેશિયલ છે તે અનેક વાર મલાઈકા કહી ચુકી છે. પરંતુ હાલમાં તે પોતાના બૉયફ્રેન્ડ અર્જુન કપૂરને છોડીને કોઈ બીજા સાથે ડેટ પર ગઈ છે.


મલાઈકાએ પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર પોતાની ડેટ પાર્ટનર સાથે ફોટો પણ શેર કર્યો છે. જેમાં તે તેની સાથે ખૂબ જ ખુશ નજર આવી રહી છે. મલાઈકા અર્જુન કપૂરને છોડીને પોતાની બહેન અમૃતા અરોરા સાથે ડેટ પર ગઈ હતી. એવું અમે નથી કહી રહ્યા પરંતુ મલાઈકા ખુદ કહી રહી છે. એક્ટ્રેસે પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર જે ફોટો શેર કરી છે જેમાં તે અમૃતા સાથે સેલ્ફી લઈ રહી છે. ફોટો સાથે તેમણે લખ્યું કે #Date Night.

આ પણ જુઓઃ આ ગુજરાતી અભિનેત્રી બની મોસ્ટ સ્ટાઈલિશ વૂમન, જુઓ તેની સિઝલિંગ તસવીરો...

તમને જણાવી દઈએ કે 23 ઑક્ટોબરે મલાઈકાએ પોતાનો 46મો જન્મદિવસ મનાવ્યો હતો. આ દરમિયાન અર્જુન કપૂર પણ તેમની સાથે હતા. મલાઈકાએ મુંબઈના જ ફાઈવ સ્ટાર હોટેલ JW Marriott Mumbai Juhuમાં પાર્ટી રાખી હતી. જેમાં બોલીવુડના સેલેબ્સની સાથે અર્જુન કપૂર પણ આવ્યા હતા. બંનેએ સાથે મળીને ખૂબ ડાન્સ કર્યો હતો.

malaika arora amrita arora arjun kapoor