સલમાનની દબંગ 3માં નહીં દેખાય મલાઇકા અરોરા, પોતે જ કર્યો ખુલાસો...

18 July, 2019 03:20 PM IST  |  મુંબઈ ડેસ્ક

સલમાનની દબંગ 3માં નહીં દેખાય મલાઇકા અરોરા, પોતે જ કર્યો ખુલાસો...

મલાઇકા અરોરા(ફાઇલ ફોટો)

સલમાન ખાન અને સોનાક્ષી સિન્હા સ્ટારર ફિલ્મ દંબગ 3ની શૂટિંગ હાલ પૂરજોશમાં ચાલી રહી છે. આ ફિલ્મના ચાહકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફ્રેન્ચાઇઝીની છેલ્લી બન્ને ફિલ્મોમાં મલાઇકા અરોરા જોવા મળી હતી. હવે દબંગ 3માં મલાઇકાનું આઇટમ નંબર હશે કે નહીં તે જાણવા માટે બધાં જ ઉત્સુક છે.

દબંગ 3માં કામ કરવાને લઈને આવતી ચર્ચા બાદ હવે મલાઇકાએ પોતે જ આખો મામલો ક્લિયર કરી દીધો છે. તાજેતરમાં એક મીડિયા એજન્સી સાથે વાત કરતાં મલાઇકાએ જણાવ્યું કે તે આ ફિલ્મો ભાગ નથી. મલાઇકાએ ફિલ્મ સાથે જોડાયેલા બધાં લોકોને શુભેચ્છાઓ આપી છે.

જણાવીએ કે મલાઇકા અરોરા દબંગમાં આઇટમ સૉન્ગ મુન્ની બદનામ હુઇમાં જોવા મળી હતી. તેનું આ ગીત સુપર હીટ રહ્યું હતું. તેના પછી દબંગ 2માં પણ મલાઇકા આઇટમ સૉન્ગ કરતી જોવા મળી હતી. જેમાં તેણે પાંડે જી સીટી ગીતમાં સલમાન સાથે ડાન્સ કર્યો હતો.

તાજેતરમાં જ અરબાઝ ખાને દબંગ 3 વિશે વાત કરતાં જણાવ્યું હતું કે ફિલ્મની શૂટિંગ ચાલુ છે અને તેણે એ પણ કહ્યું કે લગભગ 60 ટકા જેટલી શૂટિંગ પૂરી કરી લેવામાં આવી છે.

પોતાના નિવેદનમાં અરબાઝે કહ્યું હતું કે, "અમે ફિલ્મના લાંબા શેડ્યૂલના મધ્યમાં છીએ. અમને ફિલ્મની 60 ટકા શૂટિંગ પૂરૂ કરી લીધું છે અને આશા છે કે સપ્ટેમ્બરના એન્ડ સુધીમાં ફિલ્મની શૂટિંગ પૂરી કરી લેવામાં આવશે. અમે ડિસેમ્બરના અંતમાં ફિલ્મ રિલીઝ કરવાનું વિચારી રહ્યા છીએ. હકીકતે અમે ફિલ્મની રિલીઝની તારીખ પણ જાહેર કરી દીધી છે." નોંધનીય છે કે દબંગ 3 ડિસેમ્બર 20ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે.

આ પણ વાંચો : ડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન

અરબાઝે કહ્યું કે, "હું ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છું અને તેને બનાવતી વખતે મને ખૂબ જ મજા આવી રહી છે. લોકો મને કહે છે કે તેમને આ ફિલ્મથી ઘણી આશાઓ છે અને મને લાગે છે કે એ સારી વાત છે. હું જાણું છું કે લોકો આ ફ્રેંચાઇઝી (દબંગ)ને પસંદ કરે છે અને તે ચુલબુલ પાંડેના પાત્રને પ્રેમ કરે છે. જો લોકો ઉત્સાહિત ન હોય તો તે ચિંતાની વાત છે."

malaika arora