Arjun Kapoorના ફોટા પર Malaika Arora કરી આવી કમેન્ટ

05 July, 2019 02:15 PM IST  |  મુંબઈ

Arjun Kapoorના ફોટા પર Malaika Arora કરી આવી કમેન્ટ

બોલીવુડની એક્ટ્રેસ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર હવે પોતાના સંબંધો વિશે જાહેરમાં વાત કરતા બિલકુલ નથી અચકાતા. જ્યારથી મલાઈકા અરોરાએ અર્જૂન કપૂરના જન્મદિવસે બંનેનો સાથે ફોટો શૅર કર્યો છે, ત્યારથી જ બંને લગભગ સાથે દેખાઈ રહ્યા છે.

હાલ બંને વચ્ચે પ્રેમની સ્થિતિ એવી છે કે મલાઈકા જ્યારે પોતાનો ફોટો શૅર કરે છે, ત્યારે અર્જુન કપૂરને ટેગ કરે છે અને અર્જૂન કપૂર જ્યારે ફોટો શૅર કરે તો મલાઈકા તેના પર કમેન્ટ કરે છે. આ બંને લવબર્ડઝ પોતાના પ્રેમને જાહેરમાં સ્વીકારી રહ્યા છે. તાજેતરમાં જ અર્જૂન કપૂરે ન્યૂયોર્કથી એક ફોટો શૅર કર્યો છે, જેના પર મલાઈકા અરોરાએ એક મજેદાર કમેન્ટ કરી છે.

અર્જુન કપૂરે ઈન્સ્ટાગ્રામ પર બે ફોટોઝ શૅર કર્યા છે, જેમાં તે ન્યૂયોર્કના રસ્તાઓ પર ફરતા દેખાઈ રહ્યા છે. આ ફોટોઝ કોઈ ફોટોગ્રાફરે નહીં પરંતુ મલાઈકા અરોરાએ જ ક્લિક કર્યા છે. અર્જુનના આ ફોટો પર મલાઈકા અરોરાએ એક ફની કમેન્ટ કરી છે. મલાઈકાએ કમેન્ટમાં લખ્યું કે,'I make u look good..' એટલે કે મારા લીધે તુ સારો દેખાય છે.

બંને એકબીજા સાથેના ફોટો શૅર કરતા રહે છે, અને એટલું જ નહીં તાજેતરમાં જ મલાઈકા અરોરાએ પ્રેમ અંગે એક પોસ્ટ શૅર કરી હતી, જેમાં અર્જૂન કપૂરને પણ ટેગ કર્યો હતો.

આ પણ વાંચોઃ અંજના બાપટઃ આ પ્લસ સાઈઝ મોડેલ અને બેલી ડાન્સર છે પ્રેરણા સમાન

તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા અને અર્જૂન હાલ ન્યૂયોર્કમાં સાથે વેકેશન મનાવી રહ્યા છે. આ બંનેએ અમેરિકામાં જ રિશી કપૂર અને નીતુસિંહ સાથે મુલાકાત પણ કરી હતી. આ મુલાકાતના ફોટોઝ રિશી કપૂરે ટ્વિટ કર્યો છે.

arjun kapoor malaika arora bollywood