'બાલા'ની રિલીઝ પર સસ્પેન્સ! સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે મામલો

23 October, 2019 02:26 PM IST  |  મુંબઈ

'બાલા'ની રિલીઝ પર સસ્પેન્સ! સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે મામલો

બાલા અને ઉજડા ચમનનો વિવાદ પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાં

બાલા અને ઉજડા ચમન ફિલ્મનો વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. ઉજડા ચમનના નિર્દેશક અભિષેક પાઠકે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને બાલાની રિલીઝ પર રોક લગાવવાની માંગ કરી છે. અરજીમાં બંને ફિલ્મોની કહાનીમાં સમાનતા હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.

સાથે જ ફિલ્મ 7 નવેમ્બરે રિલીઝ થાય તે પહેલા તેનો ઉકેલ લાવવા માટે કહેવામાં આવ્યું છે. કોર્ટે 4 નવેમ્બરે સુનાવણીની તારીખ નક્કી કરવામાં આવી છે.

અભિષેકે પહેલા બૉમ્બે હાઈકોર્ટમાં એક ફરિયાદ દાખલ કરી હતી. બાલાનું ટ્રેલર રિલીઝ થયા બાદ જ અભિષેકે પીટીઆઈને જણાવ્યું હતું કે બાલા અને ઉજડા ચમનમાં અનેક સમાનતાઓ જોઈ શકાય છે. મને ખબર નહીં શું થઈ રહ્યું છે. મારી ફિલ્મનું ટ્રેલર પહેલા રિલીઝ થયું હતું.


તેમણે આ સવાલ ઉઠાવ્યો કે આ સવાલ પૂછવો જોઈએ કે આખરે આ સમાનતા કેવી રીતે? તેમણે એવું પણ કહ્યું રે જો તેમના મારી ફિલ્મનું ટ્રેલર પહેલા જોયું છે તો તેમણે કાંઈક કરવું જોઈએ. એટલે સુધી કે કાંઈક તો બદલવું જોઈએ.

જણાવી દઈએ કે પાઠકે આ પહેલા પણ મેડોક ફિલ્મ્સને નોટિસ આપી હતી, જ્યારે આ ફિલ્મની જાહેરાત થઈ હતી. બીજી તરફ સની સિંહે કહ્યું કે, હું આ બધાનથી દૂર છું અને હું એક ફિલ્મ કરી રહ્યો છું. મને પણ ખબર પડી કે બાલા જેવી કોઈ એક ફિલ્મ છે.

આ પણ જુઓઃ આ દિવાળી દેખાવું છે હટકે! તો ફૉલો કરો ગુજરાતી અભિનેત્રીઓના સ્ટાઈલ સ્ટેટમેન્ટને..

જણાવી દઈએ કે બંને ફિલ્મ એક એવા વ્યક્તિની કહાની છે જેના માથા પર ઓછા વાળ છે. જેના કારણે તેને લગ્નમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ખા વાત એ છે કે બંને ફિલ્મોના પોસ્ટર એક જેવા છે અને થીમ પણ. એવામાં ઉજડા ચમનના ડાયરેક્ટરની માંગ છે કે ફિલ્મમાં કેટલાક ફેરફાર કરવા જોઈએ. જણાવી દઈએ કે બાલા 7 નવેમ્બરે રિલીઝ થવાની છે અને ઉજડા ચમન 8 નવેમ્બરે.

ayushmann khurrana bollywood news