યુવરાજના પિતા યોગરાજ સિંહનું બદલાયું મન, ધોની માટે કહી આ મોટી વાત...

25 July, 2019 07:31 PM IST  |  મુંબઈ ડેસ્ક

યુવરાજના પિતા યોગરાજ સિંહનું બદલાયું મન, ધોની માટે કહી આ મોટી વાત...

મહેન્દ્ર સિંહ ધોની (ફાઇલ ફોટો)

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહનું મન હવે બદલાઇ ગયું હોય તેવું લાગે છે. સતત ભારતીય ક્રિકેટ ટિમના પૂર્વ કેપ્ટન તેમજ વિકેટકીપર - બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની પર નિશાન સાધનાર યોગરાજ સિંહે ધોની વિશે મોટું નિવેદન આપ્યું છે. પોતાના તાજેતરના નિવેદનમાં યોગરાજ સિંહે કહ્યું કે તેમાં કોઈ જ શંકા નથી કે ધોની ઘણાં સમયથી દેશની સેવા કરે છે અને તે એક મહાન ખિલાડી છે અને હું તેમનો ચાહક છું. તે દેશ માટે જે રીતે રમ્યો છે, જે રીતે કેપ્ટનશિપ કરી છે અને જેવી રીતના નિર્ણયો ટીમના હિતમાં હોય તે વખાણ કરવાને યોગ્ય છે.

નોંધનીય છે કે યોગરાજ સિંહ આ પહેલા પણ ધોની વિશે નિવેદન આપતાં હોય છે પણ તે નિવેદનો ધોનીના વિરોધમાં હોય છે. જેમ કે થોડાંક દિવસ પહેલાં જ તેમણે અંબાતી રાયડૂના સંન્યાસ લેવા પર નિવેદન આપ્યું હતું કે તમે ઉતાવળ કેમ કરી લીધી કારણકે ધોની જેવો ક્રિકેટર હંમેશા ટીમમાં નહીં રહે. તો તેમણે એમ પણ કહ્યું હતું કે ધોની પહેલા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન યુવરાજ સિંહને બનવું જોઇતું હતું.

સેમીફાઇનલમાં ટીમની હારનો ઠીકરો પણ યોગરાજ સિંહે ધોની પર જ ફોડ્યો હતો. તેણે કહ્યું હતું કે જ્યારે ટીમના અન્ય ખિલાડીઓ મોટા શોટ્સ રમી રહ્યા હતા ત્યારે ધોની શું કરી રહ્યો હતો. શું આવી પરિસ્થિતિ માટે તેને શીખવાડવાની જરૂર હતી કે તેને શું કરવું જોઇએ. જો ધોનીની જગ્યાએ યુવરાજ હોત તો શું તે મોટા શોટ્સ મારવા માટે રાહ જોતો હોત. યોગરાજે એ પણ કહ્યું કે ધોનીએ સેમીફાઇનલમાં જેવું હાર્દિકને સ્પિનર પર મોટા શોટ મારવાનું કહ્યું તે આઉટ થઇ ગયો અને પછી જાડેજા સાથે પણ કંઇક આવું જ થયું.

આ પણ વાંચો : શિલ્પા શેટ્ટીની આ ગ્લેમરસ તસવીરો, જેને જોઇને તમારી નજર નહીં હટે...

તમને એ પણ જણાવીએ કે મહેન્દ્ર સિંહ ધોનીએ વેસ્ટઇંડિઝ ટ્રીપ પર જવા માટે ના પાડી દીધી અને આ સમયે તે સેના સાથે જમ્મૂ - કાશ્મીરમાં ટ્રેનિંગ લઈ રહ્યો છે. તે બે મહિના સુધી સેના સાથે રહેશે. વિશ્વ કપ પછી ધોનીના સંન્યાસની વાતો થઈ રહી હતી પણ હાલમાં એ સ્પષ્ટ છે કે તે આવું નહીં કરે.

ms dhoni mahendra singh dhoni yuvraj singh