27 September, 2025 11:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મનું પોસ્ટર
ભગવાન શ્રીરામ પર બની રહેલી ઍનિમેટેડ ફિલ્મ ‘મહાયોદ્ધા રામ’ના નિર્માતાઓએ જાહેરાત કરી છે કે આ ફિલ્મ ૧૭ ઑક્ટોબરે દિવાળીના સમયગાળા દરમ્યાન રિલીઝ થશે. આ ફિલ્મમાં મોટા સ્ટાર્સે લીડ પાત્રોને અવાજ આપ્યો છે. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મમાં શ્રીરામનો અવાજ કુણાલ કપૂર, સીતામાતાનો અવાજ મૌની રૉય, લક્ષ્મણનો અવાજ જિમી શેરગિલ તેમ જ લંકાધિપતિ રાવણનો અવાજ ગુલશન ગ્રોવર બન્યા છે. આ ફિલ્મ 3D વર્ઝનમાં દર્શકોને જોવા મળશે.