Gandhi Jayanti પર `ગોડસે` ફિલ્મની જાહેરાત, મહેશ માંજરેકર કરશે નિર્દેશન

02 October, 2021 09:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફિલ્મની જાહેરાત સાથે એક ટીઝર વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે. આમાં લખવામાં આવ્યું છે કે, "જન્મદિવસની હાર્દિક શુભેચ્છા બાપુ, તમારો નાથૂરામ ગોડસે."

મહેશ માંજરેકર

મહાત્મા ગાંધીની 152મી જન્મ જયંતી પર નિર્માતા સંદીપ સિંહે `ગોડસે` નામની ફિલ્મની જાહેરાત કરી છે. આ ફિલ્મનું નિર્દેશન મહેશન માંજરેકર કરાવાના છે. આ તેમનું મહેશ માંજરેકરની સાથેનું ત્રીજું કૉલેબોરેશન છે. આ પહેલા તે સ્વતંત્રવીર સાવરકર અને વાઈટ નામની ફિલ્મ બનાવી છે. નાથૂરામ ગોડસેએ મહાત્મા ગાંધીને ગોળી મારીને હત્યા કરી હતી. આ ફિલ્મનું નિર્માણ સંદીપ સિંહ અને નિર્દેશક રાજ શંદિલિયાના પ્રૉડક્શન હાઉસ મળીને કરશે. ફિલ્મની જાહેરાત સાથે એક ટીઝર વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે. આમાં લખવામાં આવ્યું છે કે, "જન્મદિવસની હાર્દિક શુભેચ્છા બાપુ, તમારો નાથૂરામ ગોડસે."

આ વિશે જણાવતા સંદીપ સિંહે કહ્યું, "નાથૂરામ ગોડસેની સ્ટોરી હું ઘણો વખતથી કહેવા માગતો હતો. આ ફિલ્મ બધાને ખબર હોવી જોઈએ. ગોડસે અને ગાંધીની કેટલીય વાર્તાઓ છે. મહેશ રાજ અને મેં નક્કી કર્યું કે અમે આ સ્ટોરી ફેક્ચ્યુઅલ સાઇડ લઈને આવશું. જેને ભૂલાવી દેવામાં આવી છે. હું મહેશ માંજરેકરની સાથે સાથે સ્વતંત્રવીર સાવરકર અને વાઇટ બનાવી રહ્યો છું. હું ખુશ છું કે તેમની સાથે મળીને હવે ગોડસે પણ બનાવીશ."

તો મહેશ માંજરેકરે કહ્યું, "નાથૂરામ ગોડસેની સ્ટોરી મારા મનની ખૂબ જ નજીક છે. આ પ્રકારની ફિલ્મ બનાવવા માટે સાહસની જરૂર હોય છે. હું એવી ફિલ્મો બનાવવામાં વિશ્વાસ રાખું છું. લોકોને ગોડસે વિશે વધારે ખબર નથી. ફક્ત એટલું જાણે છે કે નાથૂરામ ગોડસેએ ગાંધીને મારી નાખ્યા. અમે આ ફિલ્મની સ્ટોરી સાથે આ વાત દર્શકો પર છોડી દેશું કે કોણ યોગ્ય અને કોણ અયોગ્ય. આ ફિલ્મ 2022ના સેક્ન્ડ હાફમાં શૂટ થવાની શરૂ થશે."

મહેશ માંજરેકર ફિલ્મ નિર્દેશક અને અભિનેતા છે. તેમણે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની ભૂમિકાઓ ખૂબ જ લોકપ્રિય થઈ છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. તે ઘણીવાર પોતાની તસવીરો અને વીડિયઝ શૅર કરતા હોય છે. જે ખૂબ જ પૉપ્યુલર થાય છે.

bollywood news bollywood bollywood gossips entertainment news mahesh manjrekar gandhi jayanti nathuram godse mahatma gandhi