પ્રોડ્યુસરની જૉબ ખૂબ જ પડકારજનક છે : માધુરી દિક્ષીત

11 April, 2019 09:18 AM IST  | 

પ્રોડ્યુસરની જૉબ ખૂબ જ પડકારજનક છે : માધુરી દિક્ષીત

માધુરી દિક્ષીત (ફાઈલ ફોટો)

માધુરી દીક્ષિત નેનેનું કહેવું છે કે પ્રોડ્યુસરની જૉબ ખૂબ અઘરી હોય છે. માધુરીએ શ્રીરામ નેને સાથે મળીને મરાઠી ફિલ્મ ‘૧૫ ઑગસ્ટ’ને પ્રોડ્યુસ કરી છે. ઍક્ટિંગ કરવી સરળ છે એવુ જણાવતાં માધુરીએ કહ્યું હતું કે ‘એક અભિનેત્રી તરીકે મારી જૉબ સરળ લાગે છે. કૅમેરા સામે જ્યારે મારો પર્ફોર્મન્સ અને શૂટિંગ પૂરું થાય છે તો એ દિવસ માટેનું મારું કામ પૂરું થઈ જાય છે. જોકે એક પ્રોડ્યુસર તરીકે જ્યાં સુધી ફિલ્મ પૂરી ન થઈ જાય ત્યાં સુધી હું દરરોજ કામ કરું છું. ફિલ્મનું કામ ત્રણ તબક્કામાં હોય છે. પ્રી-પ્રોડક્શન, પ્રોડક્શન અને પોસ્ટ-પ્રોડક્શન. હું એમ કહી શકું છું કે પ્રોડ્યુસરનું કામ ચૅલેન્જિંગ હોય છે. મેં અને મારા હસબન્ડે (શ્રીરામ નેને) ફિલ્મમેકિંગનું કામ સાથે કર્યું હતું, પરંતુ અમે ફિલ્મમેકિંગમાં વધુપડતી દખલગીરી નથી કરતાં. તેમને જેમ કામ કરવું હોય એ રીતે તેઓ કામ કરતાં હતાં. હું એટલું જરૂર કહીશ કે સતત પડકારો, નવાં ક્રીએટિવ વેન્ચર્સ અને નવી વસ્તુઓ કરવી મને પસંદ છે. મારા ડાન્સ, ઍક્ટિંગ, ફિલ્મ પ્રોડક્શનથી માંડીને બાળકોની દેખરેખ કરવી મને એ બધું જોઈએ છે. મેં એ બધી વસ્તુઓને ખૂબ એન્જૉય કરી છે.’

આ પણ વાંચોઃ બાળ કલાકાર તરીકે કાંઈક આવી લાગતી હતી બોલીવુડ દિવાઝ, જુઓ તસવીરો

bollywood madhuri dixit