19 May, 2025 06:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડૉ. નેનેની સોશ્યલ મીડિયા પોસ્ટ
માધુરી દીક્ષિતે ૧૯૯૯માં ડૉ. શ્રીરામ નેને સાથે લગ્ન કર્યાં હતાં. એ લગ્ન પછી તે બે દીકરાઓ અરિન અને રાયનની મમ્મી બની હતી. લગ્ન પછી આ દંપતીએ લગ્નનાં થોડાં વર્ષ યુનાઇટેડ સ્ટેટ્સમાં વિતાવ્યાં હતા અને ત્યાર બાદ તેઓ ભારત આવી ગયાં હતાં. હવે માધુરીનો મોટો દીકરો ગ્રૅજ્યુએટ થયો છે અને તેણે પતિ સાથે અરિનની ગ્રૅજ્યુએશન સેરેમનીમાં હાજરી આપી હતી.
સોશ્યલ મીડિયા પર આ તસવીરો શૅર કરીને ડૉ. નેનેએ કૅપ્શનમાં લખ્યું હતું, ‘સૌથી સારી વાત એ છે કે MD (માધુરી દીક્ષિત)એ અરિનના ગ્રૅજ્યુએશન સાથે પોતાનો જન્મદિવસ ઊજવ્યો. બન્ને માટે આ કેવી અદ્ભુત ભેટ છે.’