મધુર ભંડારકરની ફિલ્મ ઇન્દુ સરકાર હવે NFAIમાં સામેલ, જાણો વિગતો

21 July, 2019 05:27 PM IST  |  મુંબઈ ડેસ્ક

મધુર ભંડારકરની ફિલ્મ ઇન્દુ સરકાર હવે NFAIમાં સામેલ, જાણો વિગતો

મધુર ભંડારકર

ફિલ્મ નિર્દેશક મધુર ભંડારકરની ફિલ્મ એક વાર ફીર નેશનલ ફિલ્મ આર્કાઇવ ઑફ ઇન્ડિયાનું ભાગ બની છે આ પહેલા પણ તેમની ઘણી ફલ્મો NFAIનો ભાગ બની ચૂકી છે. જેમાં ચાંદની બાર, પેજ 3, કૉર્પોરેટ, જેલ, ટ્રાફિક સિગ્નલ અને ફેશન જેવી ફિલ્મો સામેલ છે.

મધુર ભંડારકરે તાજેતરમાં જ ફિલ્મ ઇંદુ સરકારની પ્રિન્ટ પુણેમાં આવેલ નેશનલ ફિલ્મ આર્કાઇવ ઑફ ઇન્ડિયાને સોંપી દીધી છે.

મધુર ભંડારકરની ફિલ્મ ઇંદુ સરકાર ભારતમાં આપાતકાલની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ હતી. આ ફિલ્મમાં કૃતિ કુલ્હરીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મની રિલીઝ દરમિયાન ખૂબ જ વિવાદો પણ થયા હતા. ઇન્દુ સરકારની પ્રિન્ટ જ્યારે મધુર ભંડારકરે નેશનલ ફિલ્મ આર્કાઇવ ઑફ ઇન્ડિયાને સોંપી ત્યારે તેમના ચહેરા પર ખુશી સ્પષ્ટપણે દેખાતી હતી. મધુર ભંડારકર જીવંત વિષયો પર ફિલ્મ બનાવવા માટે જાણીતા છે. મધુર દ્વારા બનાવેલી ફિલ્મો વિષયની ગંભીરતા અને ઊંડાણ બન્ને પર પકડ બનાવી રાખે છે.

આ વિશે જણાવતાં મધુર ભંડારકરે કહ્યું, "મને એ વાતનો આનંદ છે કે મારી ફિલ્મની ફરી એક વાર પસંદગી કરવામાં આવી છે. ઇન્દુ સરકાર મને ખૂબ જ ગમે છે અને મને આ ફિલ્મ પર ગર્વ છે. મને આ ફિલ્મના કલાકારો પર પણ ગર્વ છે. હું ખાસ કરીને અનુપમ ખેર, નીલ નિતિન મુકેશ અને કીર્તિ કુલ્હરીનો આભારી છું. જેમણે આ ફિલ્મમાં ખૂબ જ સારું કામ કર્યું છે. ઇન્દુ સરકાર એક એવી ફિલ્મ છે જેને મેં ઘણા સંશોધન પછી બનાવી છે."

આ પણ વાંચો : પહેલા એપિસોડમાં આવા દેખાતા હતા 'તારક મહેતા..'ના તમારા માનીતા કલાકારો

મધુર ભંડારકરની ફિલ્મોને રાષ્ટ્રીય પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવે છે. તેની સાથે ઘણી મોટી અભિનેત્રીઓ કામ કરી ચૂકી છે. જેમાં તબૂ, પ્રિયંકા ચોપરા, કંગના રનૌત જેવા નામ સામેલ છે. મધુર ભંડારકર હાલ પોતાની આગામી ફિલ્મની તૈયારીઓમાં વ્યસ્ત છે.

madhur bhandarkar indu sarkar bollywood bollywood gossips bollywood events bollywood news