મધુબાલાને ગૂગલે પણ કર્યા યાદઃ ખાસ ડૂડલથી આપી અંજલિ

14 February, 2019 12:51 PM IST  | 

મધુબાલાને ગૂગલે પણ કર્યા યાદઃ ખાસ ડૂડલથી આપી અંજલિ

ગૂગલે ડૂડલ બનાવી મધુબાલાને આપી અંજલિ

મધુબાલાની અદાઓના આજે પણ લોકો દીવાના છે. અને આજે તેમની આ અદાઓની યાદ તાજી થઈ છે ગૂગલના ડૂડલથી. મધુબાલાના જન્મદિવસ પર ગૂગલે તેમને ખાસ ડૂડલ સમર્પિત કર્યું છે. જેમાં તેમની યાદગાર અને બોલીવુડના ઈતિહાસમાં અમર થઈ ગયેલી ફિલ્મ મુગલ-એ-આઝમની અનારકલીનો કિરદાર જોવા મળી રહ્યું છે. આ ડૂડલ બેંગલુરુના કલાકાર મુહમ્મદ સાજિદે બનાવ્યું છે. અને ડૂડલ જોઈને ચાહકોના દિલમાં ફરી એ યાદો સજીવન થઈ છે.

1933માં દિલ્હીમાં જન્મેલા મધુબાલાનું ખરું નામ મુમતાઝ જહાં બેહમ દેહલવી હતું. મધુબાલાએ બોલીવુડમાં અનેક શાનદાર હિટ આપી છે. પરંતુ આ સફર બિલકુલ આસાન નહોતી. બોલીવુડની મર્લિન મુનરો કહેવામાં આવતા મધુબાલાનો ઉછેર મુંબઈની ઝુંપડપટ્ટીમાં થયો હતો. તેમણે નવ વર્ષની ઉંમરથી કામ કરવાનુ શરૂ કર્યું હતું. શરૂઆતમાં તેમણે કામ એટલે કહ્યું કારણ કે તેમના પરિવારની સ્થિતિ સારી નહોતી. પરંતુ ધીમે ધીમે મધુબાલા હિંદી સિનેમાની ટોચની અભિનેત્રીઓમાં સામેલ થઈ ગયા.

મધુબાલાને પહેલી વાર હીરોઈન બનાવી ડાયરેક્ટર કેદાર શર્માએ. ફિલ્મનું નામ હતું નીલકમલ અને હીરો હતા રાજકપૂર.  આ ફિલ્મ બાદ તેમને સિનેમાની સૌંદર્યની દેવી કહેવામાં આવવા લાગ્યા. જો કે તેમની મોટી સફળતા અને લોકપ્રિયતા ફિલ્મ મહેલથી મળી. આ સસ્પેન્સ ફિલ્મમાં તેમના હીરો અશોક કુમાર હતા. આ ફિલ્મે અનેક ઈતિહાસ સર્જ્યા હતા.

આ પણ વાંચોઃ મધુબાલાઃદર્દની દાસ્તાન છે Valantines dayના દિવસે જન્મેલી અભિનેત્રીની

1960માં રિલીઝ થયેલી ફિલ્મ મુગલ-એ-આઝમે મધુબાલાને લોકપ્રિયતાના શિખરો પર બેસાડી દીધા. આ ફિલ્મમાં 'અનારકલી'ની ભૂમિકા તેમના જીવનની સૌથી મહત્વની ભૂમિકા માનવામાં આવે છે.

madhubala bollywood news