ઇન્ડસ્ટ્રીની બહારના ટૅલન્ટેડ લોકોને બૉલીવુડથી દૂર રાખવામાં આવે છે: મનોજ

24 June, 2020 09:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ડસ્ટ્રીની બહારના ટૅલન્ટેડ લોકોને બૉલીવુડથી દૂર રાખવામાં આવે છે: મનોજ

લિરિસિસ્ટ મનોજ મુન્તશિરનું કહેવું છે કે ઇન્ડસ્ટ્રીની બહારના લોકોને બૉલીવુડથી હંમેશાં દૂર રાખવામાં આવે છે. થોડા સમય પહેલાં એક જાણીતા અવૉર્ડમાં ‘કેસરી’ના ગીત ‘તેરી મિટ્ટી’ની જગ્યાએ ‘ગલી બૉય’ના ગીતને અવૉર્ડ આપવામાં આવ્યો હતો. આ વાતને લઈને બૉલીવુડમાં ફેવરિટિઝમ અને નેપોટિઝમની વાત ફરી ચર્ચામાં આવી હતી. જોકે હાલમાં સુશાંત સિંહ રાજપૂતે કરેલા સુસાઇડને લઈને બૉલીવુડમાં સગાવાદને લઈને તેમ જ માફિયાગીરીને લઈને રોજેરોજ નવી વાતો બહાર આવે છે. આ વિશે મનોજ મુન્તશિરે ટ્વીટ કર્યું હતું કે ‘નાનાં શહેરોમાં રહેનાર સાથીઓને હું કહેવા માગું છું કે તમે સગાવાદથી ડરીને ઘરે બેસી રહ્યા તો વંશવાદની જીત થશે અને પ્રતિભા હારી જશે. ટિક‌િટ લઈને સીધા મુંબઈ આવી જાઓ. તમારામાં ટૅલન્ટ અને હિમ્મત હશે તો કોઈ તમારું કંઈ નહીં બગાડી શકે. બહારવાળાનું અહીં કંઈ નહીં ઊપજે એ માત્ર એક અફવા છે, એનાથી દૂર રહો. આ તમને ઇન્ડસ્ટ્રીથી દૂર રાખવાનું ષડયંત્ર છે.’

entertainment news bollywood bollywood news sushant singh rajput