અભિનેતા અંશુમાન ઝાએ સગાઇ કરવા 30 કલાક મુસાફરી કરી

30 July, 2020 10:26 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

અભિનેતા અંશુમાન ઝાએ સગાઇ કરવા 30 કલાક મુસાફરી કરી

અંશુમાન ઝા અને સિએરા

લવ, સેક્સ ઔર ધોકા ફિલ્મના અભિનેતા અંશુમાન ઝાએ આ સમયે સગાઇ કરવા માટે 30 કલાક મુસાફરી કરી અને તે અમેરિકા પહોંચ્યો. 17મી માર્ચથી ઘરમાં ક્વોરેન્ટાઇન થયેલા અંશુમાને શરૂઆતમાં ઘણું વાંચ્યુ, કુકિંગ પણ કર્યું પણ તેમને માટે એકલા રહેવું મુશ્કેલ હતું. તેમણે અંતે નિર્ણય લીધો કે તે અમેરિકા જશે. તેમની ગર્લફ્રેન્ડ અમેરિકા રહે છે. તેઓ તેની સાથે રહેવા ત્યાં ગયા એટલું જ નહીં તેમણે ત્યાં તેની સાથે સગાઇ પણ કરી. તેમની ગર્લફ્રેન્ડ વર્ષની શરૂઆતમાં અહીં ભારત આવી હતી અને એ દિવસોમાં જ અંશુમાને પોતાની માંને ખોઇ હતી. અંશુમાન મોટાભાગે પોતાની અંગત જિંદગી વિશે વાત કરવાનું પસંદ નથી કરતા અને હમણાં એક ફ્રેશ પોસ્ટમાં તેમણે ‘ગોન બૉય’ એમ કેપ્શન આપ્યું હતું જેમાં તેઓ બંન્ને એકબીજાનો હાથ પકડીને ઉભા હતા તથા તેમણે સગાઇની વીંટી પણ પહેરી હતી.30 કલાક સુધી તે પીઇઇ કિટમાં હતા અને ન તેમણે કોઇ શૌચાલયનો ઉપયોગ કર્યો કે પ્રવાસ દરમિયાન કંઇ ખાધું. નોર્થ કેરોલિની પહોંચી તેણે જાતને ક્વોરેન્ટાઇન પણ કરી હતી અને પછી 15 જુલાઇએ ટ્રેકિંગ પણ કર્યું.

અંશુમાને જણાવ્યું કે, “હું સિએરાને ધરમશાળામાં મળ્યો હતો જ્યાં હું મારી મમ્મી માટે કેન્સરની દવા લેવા ગયો હતો. આ વાતને વર્ષ ઉપર થઇ ગયું. સિએરા ડ્યુક યુનિવર્સિટીમાં ફૂડ સાયંસ ભણી છે અને એથલેટ છે. તે ગયા વર્ષે ડિસેમ્બરથી માર્ચ દરમિયાન મમ્મીનું ધ્યાન રાખવા ભારત રહી હતી.” અંશુમાનની આગલી ફિલ્મ ઝરીન ખાન સાથે છે અને તે ઑગસ્ટમાં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે.

bollywood news entertainment news lockdown