10 April, 2026 09:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દરેક સભ્યને સેટમાં પ્રવેશ કરતાં પહેલાં પોતાનું ડિવાઇસ જમા કરાવવું પડે છે
રણબીર કપૂર, વિકી કૌશલ અને આલિયા ભટ્ટને લીડ રોલમાં ચમકાવતી ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ ‘લવ ઍન્ડ વૉર’ તેમની કરીઅરની અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ માનવામાં આવી રહી છે. આ ફિલ્મને લઈને તેઓ ખૂબ જ સાવચેત છે અને કોઈ પણ પ્રકારની માહિતી લીક ન થાય એ માટે ખાસ પગલાં લઈ રહ્યા છે. થોડા સમય પહેલાં રિપોર્ટ હતો કે ફિલ્મ સાથે સંકળાયેલી મોટા ભાગની વ્યક્તિઓ પાસે નૉન ડિસ્ક્લોઝર ઍગ્રીમેન્ટ સાઇન કરાવવામાં આવ્યું છે. હવે માહિતી મળી છે કે ફિલ્મના સેટ પર મોબાઇલ ફોન સંપૂર્ણપણે બૅન કરવામાં આવ્યા છે.
દરેક સભ્યને સેટમાં પ્રવેશ કરતાં પહેલાં પોતાનું ડિવાઇસ જમા કરાવવું પડે છે. આવી રીતે સેટ પર સુરક્ષાવ્યવસ્થા એટલી કડક બનાવવામાં આવી છે જેથી અંદરની માહિતી બહાર જતી અટકાવી શકાય. જોકે આ ફિલ્મની રિલીઝની તારીખની સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી.