Roohi Afzaમાં આવો હશે જાહ્વવી કપૂરનો લૂક, લીક થઈ તસવીરો

24 June, 2019 02:04 PM IST  |  મુંબઈ

Roohi Afzaમાં આવો હશે જાહ્વવી કપૂરનો લૂક, લીક થઈ તસવીરો

Roohi Afzaમાં આવો હશે જાહ્વવી કપૂરનો લૂક

મરાઠી ફિલ્મ સૈરાટની રીમેક ધડકથી બોલીવુડમાં ડેબ્યૂ કરનાર જાહ્વવી કપૂર હાલ પોતાની અપકમિંગ ફિલ્મ રૂહી અફ્ઝાના શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં ફિલ્મના સેટ પરથી જાહ્નવીના કેટલાક ફોટોસ સોશિયલ મીડિયા પર લીક થયા છે જે ઘણા વાયરલ થઈ રહ્યા છે. વાયરલ ફોટોસમાં તે એકદમ સાદા લૂકમાં નજર આવી રહી છે.


જાહ્વવી વાળ સાદા ચોટલામાં બાંધી રાખ્યા છે. તેણે ઓરેંજ અને ગ્રીન કલરનું સિંપલ એવું સલવાર સૂટ પહેર્યું છે. સૂટની ઉપર તેણે જેકેટ પહેર્યું છે અને એક બેગ ટાંગીને રાખ્યું છે. જાહ્વવીના આ ફોટોથી એટલું તો સમજમાં આવી રહ્યું છે કે તે ગેટ પર ઉભી રહીને કોઈની રાહ જોઈ રહી છે. થોડા દિવસો પહેલા જાહ્વવીના આ શૂટનો એક વીડિયો પણ સામે આવ્યો હતો જેમાં તે પોતાના ચાહકો વચ્ચેની નીકળીને જઈ રહી હતી.

આ પણ વાંચોઃ રણબીર કપૂર સાથેના સંબંધો પર આલિયા ભટ્ટે કહ્યું કે 'નઝર ના લગે'

મહત્વનું છે કે ફિલ્મમાં જાહ્વવીની સામે રાજકુમાર રાવ લીડ રોલમાં નજર આવશે. ફિલ્મનું નામ પહેલા રૂહ અફ્ઝા રાખવામાં આવ્યું હતું પરંતુ બાદમાં તેનું નામ રૂહી અફ્ઝા કરી નાખવામાં આવ્યું હતું. કારણ કે આ નામ એક ફૂડ બ્રાન્ડના નામ સાથે ક્લેશ કરી રહી હતું અને તેને લઈને કોઈ વિવાદ ન થાય તે માટે ફિલ્મનું નામ બદલવામાં આવ્યું છે. જો કે પ્રોડ્યૂસર દિનેશ વિજને કહ્યું કે જાહ્વવી આ ફિલ્મમાં રૂહી અને અફ્ઝા નામના બે કિરદાર નિભાવી રહી છે. એટલે ફિલ્મનું નામ રૂહી અફ્ઝા કરી દેવામાં આવ્યું.

jhanvi kapoor rajkummar rao