દીપિકા પાદુકોણે બનાવેલા પિત્ઝાનો રણવીરે શેર કર્યો વિડિયો

12 April, 2020 07:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દીપિકા પાદુકોણે બનાવેલા પિત્ઝાનો રણવીરે શેર કર્યો વિડિયો

રણવીરે પોસ્ટ કરેલી સ્ટોરી

કોરોના વાયરસ (COVID-19)ને લીધે કરવામાં આવેલા લૉકડાઉનને લીધે ર્સ્ટાસને ઘરે ફ્રી ટાઈમ મળ્યો છે અને તેઓ પોતાની મનગમતી એક્ટિવિટીઝ કરી રહ્યાં છે. બૉલિવુડના ક્યૂટ કપલ તરીકે ઓળખાતા રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ અવારનવાર સોશ્યલ મિડિયા પર પોસ્ટ કરતા જ હોય છે કે તેઓ લૉકડાઉનમાં શું કરી રહ્યાં છે. તાજેતરમાં જ દીપિકાએ તેના ઘરે પિત્ઝા બનાવ્યાં હતા જેનો વિડિયો પતિ રણવીરે શેર કર્યો હતો.

રણવીરે સ્ટોરીમાં કહ્યું હતું કે, હું આજે દિપિકાના હાથના મોટા-મોટા પિત્ઝા ખાઈશ.

ત્યારબાદ રણવીરે પિત્ઝાની તસવીરો પણ શેર કરી હતી અને કહ્યું હતું કે દીપિકા 'Cheesy Lover' છે.

છેલ્લી સ્ટોરીમાં દીપિકાનો ફોટો શેર કરતાં રણવીરે લખ્યું હતું કે તે પિત્ઝા બનાવવમાં તો એ ક્લાસિકલી ટ્રેઈન્ડ છે.

લૉકડાઉન દરમિયાન દીપિકા અવનવા કામો કરી રહી છે. તે પોતાની સ્કિન અને બૉડી કૅઅર ઉપરાંત ઘરના કામોમાં પણ એટલો જ રસ લઈ રહી છે. જેની તસવીરો તે વારંવાર સોશ્યલ મિડિયા પર પોસ્ટ કરતી હોય છે.

coronavirus covid19 entertainment news bollywood bollywood news bollywood gossips ranveer singh deepika padukone