રાજકુમાર રાવની પેન વેચવાની સ્ટાઇલ પર કાયલ થયો લિયોનાર્ડો ડિકૅપ્રિયો

14 October, 2019 10:34 AM IST  |  મુંબઈ

રાજકુમાર રાવની પેન વેચવાની સ્ટાઇલ પર કાયલ થયો લિયોનાર્ડો ડિકૅપ્રિયો

લિયોનાર્ડો ડિકૅપ્રિયો

રાજકુમાર રાવે એક ફની વિડિયો બનાવ્યો છે જેમાં તેની પેન વેચવાની સ્ટાઇલ પર લિયોનાર્ડો ડિકૅપ્રિયો ખુશ થાય છે. રાજકુમારની ‘મેડ ઇન ચાઇના’ પચીસમી ઑક્ટોબરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં તે એક ગુજરાતી બિઝનેસમૅન રઘુ મહેતા બન્યો છે. આ વિડિયોમાં લિયોનાર્ડોની ફિલ્મ ‘ધ વુલ્ફ ઑફ વૉલ સ્ટ્રીટ’નો ફાઇનલ સીન દેખાડવામાં આવી રહ્યો છે. આ સીનમાં લિયોનાર્ડો એક વ્યક્તિને પેન વેચવા કહે છે. ત્યાર બાદ આ વિડિયોમાં રાજકુમાર પોતાનો વિડિયો ઇન્સર્ટ કરે છે. વિડિયોમાં રાજકુમાર કહી રહ્યો છે કે ‘લિયોભાઈ કેમ છો? અરે લિયોભાઈ, પેન તમારી સ્ટોરી છે પણ એની રીફિલ તમારો હીરો છે. પેન સ્ટોરી છે. હીરો રીફિલ છે. એથી રીફિલને વેચો.’ આ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રાજકુમારે કૅપ્શન આપી હતી કે ‘રઘુ મહેતા જ્યારે લિયોભાઈને મળે છે.’

rajkummar rao leonardo dicaprio