આલિયા અને શર્વરીની ચોરી પકડાઈ ગઈ

09 July, 2026 03:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આલ્ફાના સેટ પરથી લીક થયેલા વિડિયોમાં બન્ને હિરોઇનો તેમના બદલે સ્ટન્ટ કરનાર બૉડી-ડબલ સાથે જોવા મળી

આલિયા અને શર્વરી

આલિયા ભટ્ટ અને શર્વરીની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘આલ્ફા’ બૉક્સ-ઑફિસ પર અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શકી નથી ત્યારે હવે આલિયા અને શર્વરીની મોટી ચોરી પકડાઈ ગઈ છે. હાલમાં ‘આલ્ફા’ના સેટ પરનો વિડિયો લીક થયો છે જેમાં આ બન્ને હિરોઇનો તેમના બદલે ફિલ્મમાં મહત્ત્વનાં ઍક્શન દૃશ્યો શૂટ કરનાર બૉડી-ડબલ સાથે જોવા મળી હતી. સેટ પરના વાઇરલ થયેલા વિડિયોમાં બન્ને અભિનેત્રીઓની બૉડી-ડબલ ફિલ્મના એક મહત્ત્વપૂર્ણ ઍક્શન સીનનું શૂટિંગ કરતી જોવા મળે છે.

આ વિડિયો વાઇરલ થયા બાદ ફિલ્મને લઈને ટ્રોલિંગ પણ શરૂ થઈ ગઈ છે. અનેક લોકોએ પોતાના સ્ટન્ટ જાતે ન કરવા બદલ આલિયા અને શર્વરીની ટીકા કરતાં કહ્યું હતું કે ફિલ્મનાં જે ઍક્શન દૃશ્યોની પ્રશંસા થઈ રહી હતી એનું શ્રેય હવે આ લીડ હિરોઇનોને આપવું યોગ્ય નથી.

bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news sharvari wagh alia bhatt