ઋષિ કપૂરના લિક્ડ વિડિયો પર ભડક્યું બોલીવુડ

02 May, 2020 12:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઋષિ કપૂરના લિક્ડ વિડિયો પર ભડક્યું બોલીવુડ

ફાઈલ તસવીર

અભિનેતા ઋષિ કપૂર તેના અંતિમ સમયે આઈસીયુમા હતા ત્યારનો એક વિડિયો લીક થયો છે અને અત્યરે સોશ્યલ મિડિયા પર બહુ જ ફરી રહ્યો છે. આંતિમ સમયે તેઓ જીવન સાથેની લડત લડી રહ્યાં હતા ત્યારનો આ વિડિયો છે. આ વિડિયો હૉસ્પિટલના આઈસીયુના સ્ટાફે લીધો હોય તેવુ લાગી રહ્યું છે. સોશ્યલ મિડિયા પર વાયરલ થયેલા આ વિડિયો પર બોલીવુડ ભડકી ગયું છે. અર્જુન કપુર, કરણ વાહી, મિનિ માથુર વગેરે સેલેબ્ઝે હૉસ્પિટલની બેદરકારીની ટીકા કરી છે.

અર્જુન કપૂરે વિશેષ આ વિડિયોનો ઉલ્લેખ કર્યા વગર સોશ્યલ ઈન્સ્ટાગ્રામની સ્ટોરીમાં લખ્યું હતું કે, કંઈક પોસ્ટ ન કરવાનું પસંદ કરવું એ પણ એટલું જ મહત્વનું છે જેટલું કંઈક વસ્તુ પહેલાં પોસ્ટ કરવાનું. ફોટોમાં ઘણી તાકાત હોય છે જે આપણે ભુલી જઈએ છીએ. કેટલીકવાર માનવતા અને સહાનુભૂતિની દૃષ્ટિએ પણ કંઈક પોસ્ટ ન કરવું જોઈએ.

અભિનેતા કરણ વાહીએ કહ્યું હતું કે, મને પણ આ વિડિયો શોશ્યલ મિડિયા પર આવ્યો હતો અને મે તેને આગળ ફોરવર્ડ કરવાને બદલે તાત્કાલિક ડિલિટ કરી દીધો હતો. ઋષિ કપૂરનું નિધન થયું તેની થોડીક ક્ષણો પહેલાનો આ વિડિયો વોર્ડ બોય કે હૉસ્પિટલના સ્ટાફે લીધો હોય તેવું લાગે છે. આ કોઈપણ વ્યક્તિના ખાનગી જીવનનું ઉલ્લંધન છે. જો તમને પણ આવો વિડિયો આવ્યો હોય તો તેને ફોરવર્ડ કરવા કરતા ડિલીટ કરી દો. અભિનેતાઓ પણ માણસ જ છે. આવું કંઈ જ પોસ્ટ ન કરો. તેમનું સન્માન અને આદર કરો.

અભિનેત્રી-એન્કર મિનિ માથુરે લોકોને અસંવેદનશીલ ન થવાની વિનંતી કરી હતી અને ટ્વીટ કર્યું હતું કે, તાજેતરમાં જ વોટ્સએપ પર ઋષિ સરનો હૉસ્પિટલનો એક ધૃણાસ્પદ અને આક્રમક વિડિયો 'લાસ્ટ વિડિયો ઓફ આરકે'ના નામે વાયરલ થયો છે. સ્વભાવિક વાત છે કે તે હૉસ્પિટલના સ્ટાફ દ્વારા જ રેકોર્ડ કરાયો હશે. હું જાણું છું કે અત્યારે માનવતા જેવું કંઈ છે નહીં પણ આપણે આ અવિરતતામાં ભાગ લેવા કરતા તેને રોકી ન શકીએ?

આ ટ્વીટમાં મિનિએ મુંબઈ પોલીસને ટેગ કરીને આરોપી વિરુધ્ધ પગલા લેવાની વિનંતી કરી છે.

ઋષિ કપૂરે અંતિમ શ્વસા એચએન રિલાયન્સ હૉસ્પિટલમાં લીધા હતા. 2018થી તેઓ કેન્સરથી પિડાતા હતા.

entertainment news bollywood bollywood news bollywood gossips rishi kapoor arjun kapoor karan wahi