Laxmmi Bomb Trailor : લક્ષ્મી બૉમ્બના ટ્રેલરને રેકૉર્ડ વ્યૂઝ

10 October, 2020 05:48 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Laxmmi Bomb Trailor : લક્ષ્મી બૉમ્બના ટ્રેલરને રેકૉર્ડ વ્યૂઝ

લક્ષ્મી બૉમ્બ

Laxmmi Bomb Trailer: અક્ષય કુમાર (Akshay Kumar) અને કિયારા અડવાણી (Kiara Advani) અભિનીત 'લક્ષ્મી બૉમ્બ' (Laxmmi Bomb)નું ટ્રેલર ગઈકાલે ઑનલાઇન રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ હૉરર-કૉમેડીમાં એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિની આત્મા પોતાનો વેર વાળવા માટે અક્ષય કુમારના પાત્રને પોતાના વશમાં કરતી જોવા મળે છે. ટ્રેલરમાં કૉમેડી સીનની સાથે-સાથે ડ્રામા પણ છે, જેણે લોકોને ખૂબ જ પ્રભાવિત કર્યું છે. 'લક્ષ્મી બૉમ્બ' ભારતમાં ફક્ત 24 કલાકમાં 70 મિલિયન વ્યૂઝ સાથે, સૌથી વધારે જોવાયેલું ફિલ્મનું ટ્રેલર સાબિત થયું છે.

'લક્ષ્મી બૉમ્બ' (Laxmmi Bomb)ના ટ્રેલર પર ઇન્ડસ્ટ્રીએ પણ પોતાના રિએક્શન આપ્યા છે. કરણ જોહર, તાપસી પન્નૂ, ભૂમિ પેડણેકર, કૃતિ સેનન, કૃતિ ખરબંદા, સિદ્ધાર્થ મલ્હોત્રા, વરુણ ધવન અને અન્ય લોકોએ ટ્રેલર પસંદ કર્યું છે અને સોશિયલ મીડિયા પર આ વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. રાઘવ લૉરેંસ દ્વારા નિર્દેશિત ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર વીઆઇપી દ્વારા પ્રસ્તુત, અ કેપ ઑફ ગુડ ફિલ્મ્સ, તુષાર એન્ટરટેઇન્મેન્ટ હાઉસ અને શબીના એન્ટરટેઇન્મેન્ટ દ્વારા નિર્મિત, લક્ષ્મી બૉમ્બ ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર વીઆઇપી પર તથા ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને યૂએઇ આ દેશોમાં આ દિવાળીના 7 નવેમ્બર 2020ના પ્રીમિયર માટે તૈયાર છે.

bollywood bollywood news bollywood gossips akshay kumar kiara advani laxmmi bomb