ચીનમાં શ્રીદેવની છેલ્લી ફિલ્મ રિલીઝ, અંધાધૂનને મૂકી પાછળ

11 May, 2019 07:00 PM IST  | 

ચીનમાં શ્રીદેવની છેલ્લી ફિલ્મ રિલીઝ, અંધાધૂનને મૂકી પાછળ

શ્રીદેવની છેલ્લી ફિલ્મ હતી મૉમ

એક્ટ્રેસ શ્રીદેવીની છેલ્લી ફિલ્મ મૉમ 2017માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને દર્શકો સાથે સાથે ફિલ્મ ક્રિટિક્સ દ્વારા વખાણવામાં આવી હતી. દર્શકોના વખાણ વચ્ચે ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી અને હીટ રહી હતી. ભારત પછી મૉમને ચીનમાં 10મેના રિલીઝ કરવામાં આવી હતી અને ચીનમાં પણ ફિલ્મનું પરફોર્મન્સ જોરદાર રહ્યું હતું. આ પહેલા આયુષ્માન ખુરાનાની ફિલ્મ અંધાધૂને ચીનમાં ધૂમ કમાણી કરી હતી જો કે બિઝનેસ મામલે મૉમે અંધાધૂનને પાછળ મુકી દીધી છે. ચીનમાં અંધાધૂનનું ફર્સ્ટ ડે ક્લેક્શન 7 કરોડ 33 લાખ હતું જ્યારે મૉમે પહેલા દિવસે 11 કરોડનું કલેક્શન કર્યું હતું.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શનું માનીએ તો મૉમની ઓપનિંગ અંધાધૂન કરતા સારી રહી છે. તરણ આદર્શે ફિલ્મને લગતા આંકડાઓ પણ જાહેર કર્યા હતા. તરણ આદર્શે લખ્યું હતું કે, ચીનમાં ફિલ્મની શરુઆત સારી રહી છે. મૉમ આ વિકેન્ડ જોરદાર કમાણી કરે તેવુ માનવામાં આવી રહ્યું છે. શુક્રવારે ફિલ્મે 1.64 મિલિયન એટલે કે 11 કરોડ 47 લાખની કમાણી કરી હતી.

આ પણ વાંચો: બાહુબલી સ્ટાર પ્રભાસ 200 કરોડની નેટ વર્થ ધરાવે છે

શુક્રવારે ચીનમાં ફિલ્મ રિલીઝ થવા પર બોની કપૂરે સોશિયલ મીડિયા પર ઈમોશનલ ટ્વીટ પોસ્ટ કરી હતી. બોની કપૂરે લખ્યું હતું કે, 'આજે ચીનમાં મૉમ રિલીઝ થઈ છે, મારી માટે આ એક ઈમોશનલ ક્ષણ છે. શ્રીની છેલ્લી ફિલ્મને મોટા સ્તર પર દર્શકો સુધી પહોચાડવા માટે ઝી સ્ટૂડિયોઝનો આભાર. મને આશા છે કે ચીનમાં પણ લોકો ફિલ્મ સાથે જોડાશે.' શ્રી દેવીની છેલ્લી ફિલ્મ મૉમની શરુઆત ચીનમાં ધમાકેદાર રહી છે જોવાનું રહેશે ફિલ્મ આગળ કેટલી કમાણી કરી શકે છે.

bollywood gossips box office