બાહુબલી સ્ટાર પ્રભાસ 200 કરોડની નેટ વર્થ ધરાવે છે

Published: May 11, 2019, 17:20 IST

બાહુબલીથી વિશ્વભરમાં પ્રખ્યાત થયેલો પ્રભાસની વાર્ષિક આવક 45 કરોડથી પણ વધુ, BMW, Jaguar અને રોલ્સ રોય જેવી મોંઘી કારનો માલિક છે પ્રભાસ

પ્રભાસ (ફાઇલ ફોટો)
પ્રભાસ (ફાઇલ ફોટો)

પ્રભાસ બાહુબલી ફિલ્મથી વિશ્વભરમાં લોકપ્રિયતા મેળવી છે. એટલું જ નહી, પ્રભાસની ફિલ્મ બાહુબલીએ ગ્લોબલ બૉક્સ ઑફિસના તમામ રેકોર્ડ્સ તોડ્યા છે. બાહુબલીની જબરજસ્ત સફળતા બાદ હવે પ્રભાસની અપકમિંગ ફિલ્મ સાહોની રાહ પણ તેટલી જ આતુરતાથી જોવાઇ રહી છે. મૂળ તો પ્રભાસની ફિલ્મ બાહુબલીમાં તેણે કરેલા અભિનયને કારણે તે ખૂબ જ લોકપ્રિય બન્યો છે. સિલ્વર સ્ક્રીન પર આવનારી તેની આગામી ફિલ્મ સાહોની રાહ તો તેના ચાહકો જોઇ રહ્યા છે તેની સાથે જ હવે તેના ફેન્સ તેના વિશેની ઑફ સ્ક્રીન માહિતીમાં પણ રસ ધરાવતાં થયા છે.

પ્રભાસ આજે લાખો દિલો પર રાજ કરે છે

પ્રભાસ એક લેવીસ લાઇફ જીવે છે. તેના ચાહકો પ્રભાસ કેવી રીતે રહે છે, તેની પાસે કઇ કઇ વસ્તુઓ છે આ બધું જાણવા માટે તત્પર હોય છે. તેલુગુ સુપરસ્ટાર પ્રભાસ આજે લાખો દિલો પર રાજ કરે છે. પ્રભાસ ઘણી મોંઘી કારનો દિવાનો છે. તે મોંઘીદાટ વસ્તુઓ પણ વાપરે છે. ત્યારે તેની વસ્તુઓમાં કઇ કઇ બાબતોનો સમાવેશ થાય છે તે પણ તેમના ચાહકો માટે ઉત્સુકતાનો વિષય બની રહે છે એવામાં પ્રભાસ પાસે રહેલી આ મોંઘીદાટ વસ્તુઓ છે તે જાણીને તમે પણ આશ્ચર્ય પામશો. તો આવો જાણીએ પ્રભાસ પાસે શું છે સૌથી મોંઘું.

પ્રભાસની વાર્ષિક આવક 45 કરોડથી પણ વધુ

પ્રભાસ વિશે વાત કરતાં આ 39 વર્ષીય અભિનેતાની વાર્ષિક આવક 45 કરોડ જેટલી છે. આ સુપર સ્ટાર પાસે મોંધીદાટ બાઇકોની સાથે ઘણું બધું છે જે આજે કોઇપણ સામાન્ય વ્યક્તિ માટે લગ્ઝ્યુરિયસ વસ્તુ હોઇ શકે. જેમ કે પ્રભાસ પાસે BMW X3 કાર છે જેની કિંમત 68 લાખ રૂપિયા છે. ત્યાર બાદ બાહુબલીના નિર્માતાઓએ તેમને 1.5 કરોડ રૂપિયાની કિંમત જેટલા જિમના સાધનો ભેટ સ્વરૂપે આપ્યા હતા. તેની સાથે જ પ્રભાસ પાસે Jaguar XJR જે 2.08 કરોડની કિંમત ધરાવે છે તે પણ છે. એટલું જ નહીં પ્રભાસ 8 કરોડની રોલ્સ રોયસનો માલિક છે અને તે શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચનની કાર કરતાં પણ વધુ ખર્ચાળ છે. તેની પાસે હૈદરાબાદમાં એક ભવ્ય ફાર્મહાઉસ છે જેની કિંમત લગભગ 60 કરોડ જેટલી છે.

આ પણ વાંચો : શાહિદ કપૂર કબીર સિંહમાં ભજવી રહ્યા છે પોતાની જાતને બરબાદ કરતું પાત્ર

પ્રભાસ પોતાનું વોલીબોલ કોર્ટ પણ ધરાવે છે

આ બધાંની સાથે પ્રભાસે પોતાની પ્રોપર્ટીમાં સૌથી મોંઘામાં મોંઘી વસ્તુ વસાવી હોય તો તે છે sand volleyball court જે હૈદરાબાદમાં જ આવેલું છે. જ્યારે પણ તેને સમય મળે કે તે નવરો પડે ત્યારે પોતાના આ વૉલીબોલ કોર્ટમાં મિત્રો સાથે રમે છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK