લતા મંગેશકરને ભારત સરકાર આપશે Daughter of the Nationનો ખિતાબ!!!

06 September, 2019 05:50 PM IST  |  મુંબઈ ડેસ્ક

લતા મંગેશકરને ભારત સરકાર આપશે Daughter of the Nationનો ખિતાબ!!!

લતા મંગેશકર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર સુર કોકિલા કહેવાતા લતા મંગેશકરને ડૉટર ઑફ ધ નેશનના ખિતાબથી સન્માનિત કરવા જઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમને 28 સપ્ટેમ્બરે આ ખિતાબથી સન્માનિત કરવામાં આવશે. જણાવીએ કે 28 સપ્ટેમ્બરે લતા મંગેશકરનો જન્મદિવસ છે અને આ દિવસે તે 90 વર્ષના થવાના છે. આ ખિતાબ તેમને ભારતીય ફિલ્મ સંગીતના ક્ષેત્રમાં ઐતિહાસિક પ્રદાન માટે આપવામાં આવશે.

ન્યૂઝ એજન્સી આઇએએનએસ પ્રમાણે ગીતકાર પ્રસૂન જોશીએ આ અવસરે એક ખાસ ગીત પણ લખ્યું છે. સરકારી સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, "પીએમ મોદી લતાજીના અવાજના ચાહક છે. તે ભારતના સામુહિક અવાજનું પ્રતિનિધિત્વ કરે છે. આ પહેલા લતા મંગેશકરને ભારત સરકાર તરફથી ત્રણવાર નેશનલ એવોર્ડ, પદ્મ વિભૂષણ, દાદા સાહેબ ફાળકે અવૉર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તો લતા મંગેશકરને સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે."

લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બરના રોજ ઇન્દોરમાં થયો. ગાવાની કળા લતાજીને વારસામાં મળી હતી. તેમના પિતા દીનાનાથ મંગેશકર એક ક્લાસિકલ સિંગર અને થિએટર આર્ટિસ્ટ હતા. લતા મંગેશકરે 1942થી અત્યાર સુધી, લગભગ 7 દાયકામાં, 1000થી પણ વધુ હિન્દી ફિલ્મોમાં બે ડઝનથી વધુ ભાષાઓમાં 25 હજારથી વધુ ગીતો ગાયા છે.

આ પણ વાંચો : Tapas Relia: આ મૂળ ગુજરાતી કંપોઝર માટે મ્યુઝિક જ છે સર્વસ્વ

અવાજને કારણે થયા હતા રિજેક્ટ
જે અવાજને કારણે લતા મંગેશકરે કેટલાય વર્ષો સુધી ભારતીય સિનેમાંને પોતાના જાદૂમાં જકડી રાખ્યા, તે જ અવાજને રિજેક્શન મળ્યું હતું. સંઘર્ષના દિવસોમાં પ્રૉડ્યૂસર સશાધર મુખર્જીએ લતાના અવાજને પાતળો કહીને પોતાની ફિલ્મ 'શહીદ' માટે રિજેક્ટ કરી દીધા હતા.

lata mangeshkar bollywood bollywood events bollywood gossips bollywood news