હજી પણ હૉસ્પિટલમાં લતા મંગેશકર, ભત્રીજી રચના શાહે આપી માહિતી

26 November, 2019 05:04 PM IST  |  Mumbai Desk

હજી પણ હૉસ્પિટલમાં લતા મંગેશકર, ભત્રીજી રચના શાહે આપી માહિતી

લેજેન્ડરી સિંગર લતા મંગેશકર 11 નવેમ્બરથી મુંબઇના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ભરતી છે. જ્યારથી લતા મંગેશકરની તબિયત ખરાબ છે તેમના ચાહકો અને શુભચિંતક સતત તેમના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કામના કરી રહ્યા છે. હવે તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે, પણ હજી સુધી એ વાતની ખબર પડી નથી કે તેમને હૉસ્પિટલમાંથી રજા ક્યારે આપવામાં આવશે. સાથે જ એ પણ માહિતી નથી મળી રહી કે તેમને આઇસીયુમાં રાખવામાં આવ્યા છે કે હજી પણ તે વેન્ટિલેટર પર છે. ચર્ચા છે કે તેમના સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો છે.

લતા મંગેશકરની ભત્રીજી રચના શાહે સમાચાર એજન્સી પીટીઆઇને જણાવ્યું કે તેમની તબિયત સારી થઈ રહી છે અને અમે બધાં ખૂબ જ ખુશ છીએ. જ્યારે રચના શાહને પૂછવામાં આવ્યું કે લતા મંગેશકરને રજા ક્યારે આપવામાં આવશે, ત્યારે તેણે જણાવ્યું કે, "તેમને હૉસ્પિટલમાંથી ઘરે લઈ જવું એટલું મહત્વનું નથી જેટલું તેમનું સ્વસ્થ થવું."

જણાવીએ કે આ પહેલા મધુર ભંડારકર પણ લતા મંગેશકરને મળવા પહોંચ્યા હતા અને તેમણે લતા મંગેશકરની તસવીર શૅર કરીને લખ્યું, "હૉસ્પિટલમાં લતા મંગેશકર દીદી સાથે મુલાકાત કરી. મને એ વાત જણાવકાં ખુશી થઈ રહી છે કે હવે તેમની તબિયત સ્થિર છે. ટ્રીટમેન્ટને પૉઝિટિવ રિસ્પૉન્સ આપી રહી છે. લતા દીદીના સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો થવાની પ્રાર્થર્ના કરનારાઓનો આભાર."

ઉષા મંગેશકરને બહેન લતાના ડિસ્ચાર્જ થવાની રાહ
લતા મંગેશકરની બહેન ઉષાએ સિંગરના સ્વાસ્થ્યની માહિતી શૅર કરી હતી. PTI સાથે વાતચીતમાં ઉષા મંગેશકરે કહ્યું હતું, - "લતા હવે બરાબર છે. હજી પણ તે હૉસ્પિટલમાં છે. જ્યારે ડૉક્ટર્સ તેમને ઘરે લઈ જવાની પરવાનગી આપશે તો અમે તેમને ઘરે લઈ જશું." તો હૉસ્પિટલના સૂત્રોનું કહેવું છે કે લતા મંગેશકરનું સ્વાસ્થ્ય સારું થઈ રહ્યું છે.

જણાવીએ કે લતા મંગેશકરના બીમાર થયા પછી ચાહકો અને કેટલીય મોટી હસ્તીઓ સતત તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે. આમાં નેતાથી લઈને ફિલ્મી હસ્તીઓના નામ સામેલ છે. પૂર્વ ભારતીય કેપ્ટન અને બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગૂલીએ પણ ટ્વીટ કરીને તેમની માટે પ્રાર્થના કરી છે. તેની સાથે જ ગાયક બાબુલ સુપ્રીયો, અભિનેત્રી પૂનમ ઢિંલ્લો, અભિનેત્રી હેમા માલિની, શબાના આઝમી, કૉંગ્રેસ નેતા અભિષેક મનુ સિંધવી અને ગાયક અદનાન સામીના નામ પણ સામેલ છે.

આ પણ વાંચો : Kiran Acharya: ભૂરી આંખ ધરાવતી ગુજ્જુ એક્ટ્રેસના એક્સેપ્રેશનના છે લાખો લોકો દિવાના

ઉલ્લેખનીય છે કે લતા મંગેશકરને શ્વાસ લેવામાં તકલીફ થવાથી હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. સ્વરકોકિલા લતા મંગેશકરે મ્યૂઝિક લવર્સને કેટલાય સારા ગીતોની ભેટ આપી છે. લતા મંગેશકરે ગાયેલા ગીતો આજની જનરેશન વચ્ચે પણ હિટ છે. લતાએ હિન્દી સિવાય 36 ક્ષેત્રની ભારતીય ભાષાઓમાં ગીતો ગાયા છે.

lata mangeshkar bollywood bollywood news bollywood gossips