લતા મંગેશકરે 90 વર્ષની ઉંમરે ઇન્સ્ટાગ્રામ પર કર્યું ડેબ્યું, કહી આ વાત

30 September, 2019 08:16 PM IST  |  મુંબઈ ડેસ્ક

લતા મંગેશકરે 90 વર્ષની ઉંમરે ઇન્સ્ટાગ્રામ પર કર્યું ડેબ્યું, કહી આ વાત

લતા મંગેશકર

ગાયિકા લતા મંગેશકરે ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કર્યું છે, અને તે પણ 90 વર્ષની વયે. આનાથી સારી વાત બીજી શું હોઇ શકે... તો લતા મંગેશકરે બે પોસ્ટ પણ શૅર કરી છે. જેમાંથી એકમાં તેમણે એક પુસ્તક પકડી રાખ્યું છે તે જોવા મળે છે. તેના પર બે તસવીરો બનેલી છે. આ પોસ્ટનું કૅપ્શન છે, આજે પહેલી વાર તમારી સાથે ઇન્સ્ટાગ્રામ પર જોડાઇ રહી છું. આ તસવીરમાં સુર સામ્રાજ્ઞીએ હંમેશાંની જેમ સફેદ સાડી પહેરી છે અને ખૂબ જ શાલીન દેખાય છે.

બીજી તસવીરમાં લતા મંગેશકર પોતાની બહેન મીના ખાંડીકર સાથે જોવા મળે છે. જેનું કૅપ્શન છે, નમસ્કાર આજે મારી નાની બહેન મીના ખાંડીકરે મને તેણે લખેલી પુસ્તક 'દીદી ઔર મેં'ની પહેલી કૉપી ભેટમાં આપી છે. ઇન્સ્ટાગ્રામ પર આવવાના થોડાક જ કલાકમાં લતા મંગેશકરના 47 હજારથી વધુ ફોલોઅર્સ થઈ ગયા.

જન્મદિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી હતી શુભેચ્છાઓ
સુર કોકિલા લતાજીએ આ મહિનાની 28 તારીખે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. લતાજીને તેમના ચાહકો અને બોલીવુડની હસ્તીઓ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે પણ જન્મદિવસની વધામણી આપી હતી. વડાપ્રધાનના 'મન કી બાત' કાર્યક્રમમાં પણ તેમની અને લતા મંગેશકરની વાતચીત બતાવવામાં આવી હતી. અમિતાભ બચ્ચન અને સચિન તેંદુલકરે પણ લતાજીને તેમના જન્મદિવસે ભાવુક વધામણીઓ આપી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકા જતાં પહેલાં તેમને ફોન કરીને શુભેચ્છા આપી હતી. ફોન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘પ્રણામ, તમારા બર્થ-ડે વખતે હું અમેરિકા જઈ રહ્યો છું. એથી મેં વિચાર્યું કે જતાં પહેલાં હું તમને શુભકામના આપું. તમારા સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરું છું. સાથે જ તમારા આશીર્વાદ પણ સતત અમારા પર રહે એવી કામના કરું છું.’

આ પણ વાંચો : Shruti Pathak: 'રાધાને શ્યામ મળી જશે' સિંગરની આવી છે પર્સનલ લાઈફ

લતા મંગેશકરે શુભેચ્છાઓ પર આપ્યો આ જવાબ
તેમની શુભકામના પર લતા મંગેશકરે કહ્યું હતું કે ‘લોકો ઉંમરની સાથે મોટા થાય છે. જોકે જેમણે પોતાનાં કામથી પોતાનું સ્થાન ઊંચું કર્યું છે તેમના આશીર્વાદ મેળવવા એ સારી બાબત છે. તમારા આવવાથી દેશની છબી બદલાઈ ગઈ છે.’

lata mangeshkar bollywood bollywood news bollywood gossips