મારે માટે છેલ્લાં કેટલાંક અઠવાડિયાં ખૂબ મુશ્કેલ રહ્યાં છે: દીપિકા પાદુક

20 May, 2020 08:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મારે માટે છેલ્લાં કેટલાંક અઠવાડિયાં ખૂબ મુશ્કેલ રહ્યાં છે: દીપિકા પાદુક

દીપિકા પાદુકોણનું કહેવું છે કે છેલ્લાં કેટલાંક અઠવાડિયાં તેને માટે ખૂબ જ મુશ્કેલ રહ્યાં છે. કોરોના વાઇરસને કારણે ઇન્ડિયામાં માર્ચથી લૉકડાઉન છે અને એને કારણે ભવિષ્યને લઈને લોકોને ખૂબ ચિંતા થઈ રહી છે.

દીપિકા મેન્ટલ હેલ્થને લઈને પહેલેથી ખૂબ જ સજાગ છે અને એથી જ આ સમયે પણ એની ખૂબ કાળજી લેવી જોઈએ એવું દીપિકા માને છે. આ વિશે દીપિકાએ કહ્યું હતું કે ‘મને ખાતરી છે કે આપણે બધા એ વાતથી સહમત થતા હોઈશું કે છેલ્લાં કેટલાંક અઠવાડિયાં આપણા માટે ખૂબ જ મુશ્કેલ રહ્યાં છે. ભવિષ્યની ચિંતા, લોકો જીવ ગુમાવી રહ્યા છે અને સાથે જ ઘણા લોકો ફૅમિલીથી દૂર હોવાથી તેમની ચિંતા થાય છે. આ પ્રકારની પરિસ્થિતિ માનસિક બીમારીને નોતરે છે. આપણે બધાએ આ મેન્ટલ બીમારીથી દૂર રહેવા માટે આપણને ગમતાં હોય એવાં કામ કરવાં જોઈએ અને પોતાને બિઝી રાખવા જોઈએ.’

lockdown entertainment news bollywood bollywood news deepika padukone