બોન્ડ સિરીઝમાં પહેલી વાર જોવા મળશે લેડી સિક્રેટ એજન્ટ 007

15 July, 2019 08:10 PM IST  | 

બોન્ડ સિરીઝમાં પહેલી વાર જોવા મળશે લેડી સિક્રેટ એજન્ટ 007

લશાના લિંચ બનશે 007 જાસૂસ

જેમ્સ બોન્ડ નામ તો સાંભળ્યુ જ હશે.. બોન્ડ સિરીઝ તેની 25મી ફિલ્મ લઈને આવી રહી છે જો કે આ વખતે સિક્રેટ એજન્ટ બોન્ડ કંઈક અલગ રૂપમાં જોવા મળશે. બોન્ડ સિરીઝમાં પહેલીવાર પુરૂષ નહી પરંતુ કોઈ મહિલા સિક્રેટ એજન્ટ 007ના રૂપમાં જોવા મળશે. એક રિપોર્ટ અનુસાર બ્રિટિશ એક્ટ્રેસ લશાના લિંચ હાલના બોન્ડ એક્ટર ડેનિયલ ક્રેગને રિપ્લેસ કરશે. લશાના આ પહેલા ફિલ્મ કેપ્ટન માર્વેલમાં દેખાઈ ચૂકી છે. લશાનાએ કેપ્ટન માર્વેલમાં ફાઈટર પાઈલટ મારિયાનો રોલ ભજવ્યો હતો.

જાહેર થયેલા રિપોર્ટ અનુસાર, ફિલ્મની સ્ટોરીમાં જેમ્સ બોન્ડ જાસૂસ એજન્સી છોડે છે અને જમૈકામાં સમય પસાર કરી રહ્યો છે ત્યારે તેને નવી આપત્તિઓ સામે લડવા માટે બોલાવવમાં આવશે અને એજન્સીમાં પરત ફરશે ત્યારે તેને 007 કોડવાળી નવી સિક્રેટ એજન્ટ સાથે મુલાકાત કરાવવામાં આવશે. આ પેલા મૂવીના પ્રોડ્યૂર બારબરા બ્રોકલીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, બોન્ડ સિરીઝમાં ક્યારેય મહિલા 007 જોવા મળશે નહી જો કે તેમણે લશાના લિંચની પસંદગી કરી છે તે મહત્વનું છે.

આ પણ વાંચો: તમે જોયા હ્રિતિક રોશનના આ કેન્ડિડ ફોટોસ?

બોન્ડ સિરીઝની 25મી ફિલ્મનું કામ પહેલાથી શરૂ થઈ ગયું છે. બોન્ડ સિરીઝની ફિલ્મ કૈરી કુકુનાગા ડિરેક્ટ કરી રહ્યાં છે આ પહેલા મેન્ડેસ બોન્ડ સિરીઝની ફિલ્મો ડિરેક્ટ કરી ચૂક્યા છે. બ્રિટિશ એક્ટ્રેસ લશાનાએ ઈન્સ્ટાગ્રામ પર આ વિશે માહિતી આપી હતી કે તે આ ફિલ્મમાં કામ કરી રહી છે. ફિલ્મનું નામ બોન્ડ 25 રાખવામાં આવ્યું છે. ફિલ્મ ભારત અને યુકેમાં 3 એપ્રિલ 2020માં રિલીઝ કરાશે જ્યારે યુએસમાં 8 એપ્રિલ 2020ના દિવસે રિલીઝ કરવામાં આવશે.

james bond gujarati mid-day