‘કંજૂસ મક્ખીચૂસ’નું શૂટિંગ પૂરુ કર્યું કુણાલે

18 October, 2021 03:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મમાં શ્વેતા ત્રિપાઠી અને પીયૂષ મિશ્રા પણ લીડ રોલમાં છે

‘કંજૂસ મક્ખીચૂસ’ની કાસ્ટ

કુણાલ ખેમુએ ‘કંજૂસ મક્ખીચૂસ’નું શૂટિંગ પૂરું કર્યું છે. આ ફિલ્મને વિપુલ મહેતાએ ડિરેક્ટ કરી છે. ગયા મહિને આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં શ્વેતા ત્રિપાઠી અને પીયૂષ મિશ્રા પણ લીડ રોલમાં છે. ફિલ્મનું શૂટિંગ પૂરું થતાં ટીમ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કુણાલે કૅપ્શન આપી હતી, ‘મૈં ‘કંજૂસ મક્ખીચૂસ’ તરીકે ગણેશ ચતુર્થીના પાવન અવસરે ફિલ્મની શરૂઆત કરી હતી અને દશેરાએ ફિલ્મનું શૂટિંગ પૂરું કરવામાં આવ્યું છે. મારા માટે આ સંતુષ્ટ અને મનોરંજક જર્ની રહી છે. મારા પાત્ર જમુનાપ્રસાદ પાન્ડે સાથે અને ઉમળકાથી ભરેલા મજેદાર પરિવાર સાથે તમને મળાવવા માટે આતુર છું. ફિલ્મમાં તમારી સાથે હવે મુલાકાત થશે.’

entertainment news bollywood bollywood news upcoming movie kunal khemu shweta tripathi