‘કંજૂસ મખ્ખીચૂસ’ની થશે ડિજિટલ રિલીઝ

13 March, 2023 04:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મ Zee5 પર ૨૪ માર્ચે રિલીઝ કરવામાં આવશે

‘કંજૂસ મખ્ખીચૂસ’ની થશે ડિજિટલ રિલીઝ

કુણાલ ખેમુ અને શ્વેતા ત્રિપાઠીની ‘કંજૂસ મખ્ખીચૂસ’ને હવે સીધી ડિજિટલ પર રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ Zee5 પર ૨૪ માર્ચે રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મને વિપુલ મેહતાએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં તેમની સાથે પીયૂષ મિશ્રા અને સ્વર્ગીય રાજુ શ્રીવાસ્તવ અને અલકા અમીન પણ જોવા મળશે. આ ફિલ્મનું પોસ્ટર શૅર કરીને કુણાલે કૅપ્શન આપી હતી કે ‘કુણાલ ખેમુ. કંજૂસી ઔર જુગાડ કા માસ્ટરક્લાસ લેકે આ રહા હૈ યે કંજૂસ મખ્ખીચૂસ. આ ફિલ્મ Zee5 પર ૨૪ માર્ચે રિલીઝ કરવામાં આવશે.’

entertainment news bollywood news bollywood gossips bollywood kunal khemu upcoming movie zee5