ફિલ્મ-ટેલિવિઝન પ્રોડ્યૂસર ગિલ્ડ ઓફ ઈન્ડિયાના CEO કુલમીત મક્કડનું નિધન

01 May, 2020 04:03 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

ફિલ્મ-ટેલિવિઝન પ્રોડ્યૂસર ગિલ્ડ ઓફ ઈન્ડિયાના CEO કુલમીત મક્કડનું નિધન

કુલમીત મક્કર

બોલીવુડ જગતને એક પછી એક મોટા ઝટકા લાગી રહ્યા છે, બુધવારે ઇરફાન ખાન, ગુરૂવારે ઋષિ કપૂર અને આજે એટલે કે શુક્રવારે બોલીવુડ ઇન્ડસ્ટ્રીને વધુ એક ઝટકો લાગ્યો છે. ફિલ્મ અને ટેલિવિઝન પ્રોડ્યૂસર ગિલ્ડ ઓફ ઈન્ડિયાના સીઈઓ કુલમીત મક્કડનું આજે મુંબઈમાં નિધન થયું છે. ફિલ્મમેકર કરણ જોહર, વિદ્યાબલન તેમજ અશોક પંડિત અને અન્ય બોલીવુડ સિતારાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

કુલમીત મક્કડનું 60ની વયે હાર્ટ અટેક આવવાને કારણે મુંબઇમાં નિધન થયું છે. આ સમાચાર સામે આવતાં જ બોલીવુડની જાણીતી વ્યક્તિઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે.

કુલમીત મક્કડના નિધન અંગે દુઃખ વ્યક્ત કરતા કરણ જોહરે લખ્યું છે કે, "કુલમીત તમે પ્રોડ્યૂસર ગિલ્ડના એક મહત્વના સ્તંભ જેવા હતા. તમે ઈન્ડસ્ટ્રીના ઉત્થાન માટે સતત કાર્યરત હતા. તમને હંમેશાં પ્રેમથી યાદ કરવામાં આવશે"

બોલીવુડ અભિનેત્રી વિદ્યા બાલને પણ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે.

bollywood karan johar vidya balan bollywood news bollywood gossips