શું Priyanka Chopra ને બદલે કૃતિ સેનોન બનશે સરોગેટ મધર! જાણો હકીકત

01 September, 2019 09:18 PM IST  |  મુંબઈ ડેસ્ક

શું Priyanka Chopra ને બદલે કૃતિ સેનોન બનશે સરોગેટ મધર! જાણો હકીકત

કૃતિ સેનોન

બોલીવુડમાં સરોગેટ મધર પર બનનારી ‘મિમી’ ફિલ્મમાં કૃતિ સેનન જોવા મળશે. આ ફિલ્મ મરાઠી ફિલ્મ ‘મલા આઇ વ્હાયંચ!’ ની હિન્દીમાં રિમેક બની રહી છે. આ ફિલ્મમાં વિદેશી નાગરીકના બાળકને પોતાના ગર્ભમાં રાખે છે તેના ફિલ્મની વાર્તા છે. મહત્વનું છે કે આ ફિલ્મમાં પહેલા પ્રિયંકા ચોપરાને લેવાની ચર્ચાઓએ વેગ પકડ્યું હતું. પરંતુ તે શક્ય બન્યું ન હતું. આ ફિલ્મનું લેખન અને ડાયરેક્શન સમૃદ્ધિ પૂરેએ કર્યું છે.

નિર્માતા દિનેશ વિઝને આ ફિલ્મના રાઇટ્સ ખરીદી લીધા છે. અને હવે તે આ ફિલ્મ હિન્દીમાં બનાવવાના છે. સમૃદ્ધિ પૂરેએ આ વિશે બૉમ્બે ટાઇમ્સને જણાવ્યું છે કે, નિર્માતા દિનેશ વિઝને એયરપ્લેનમાં આ ફિલ્મને 8 વર્ષ પછી જોઈ. તેમને ખૂબ જ પસંદ આવી અને તેમણે મારો સંપર્ક કર્યો. ત્યાર બાદ આ ફિલ્મને હિન્દીમાં બનાવવાના રાઇટ્સ તેમને આપી દીધા છે.

આ ફિલ્મનું લેખન પણ સમૃદ્ધિ જ કરે છે. તેણે આગળ જણાવ્યું કે આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરાને લેવાની વાત થઇ રહી હતી. જો કે, પ્રિયંકા ચોપરાના વ્યસ્ત શેડ્યૂલને કારણે આ ફિલ્મનો ભાગ બની શકી નહીં. દરમિયાન આ ફિલ્મમાં તેને બદલે તેની જગ્યા કૃતિ સેનોનને લેવામાં આવી. આ ફિલ્મનું નિર્દેશન લક્ષ્મણ ઉતેકર કરવાના છેય તો આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી પણ મુખ્ય ભૂમિકામાં દેખાશે.

મરાઠી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી ચૂકેલી ઉર્મિલા કોઠારેએ જણાવ્યું કે, 'મલા આઇ વ્હાયચંય' મને માતા બનવું છે. આ ફિલ્મ બધી ભાષાઓમાં બનવાના ગુણો ધરાવે છે. મને ખુશી છે કે આ ફિલ્મ રાષ્ટ્રીય સ્તરે હિન્દીમાં બનશે. આ ફિલ્મને તેલુગુમાં 'વેલકમ ઓબામા'ના નામે બનાવવામાં આવી છે.

આ પણ વાંચો : પર્ફેક્ટ કપલ છે ચેતેશ્વર અને પૂજા, આ તસવીરો છે પુરાવો

તેમણે આ અવસરે એ પણ કહ્યું કે તેલુગુ અને હિન્દીના રાઇટ્સ તેમણે જ આપ્યા છે. બાકી બધાં જ રાઇટ્સ તેમની પાસે જ છે. આ સિવાય તે હૉલીવુડની ફિલ્મ નિર્માણ કંપનીના પણ સંપર્કમાં છે. જેથી ફિલ્મને અંગ્રેજીમાં પણ બનાવી શકાય.

priyanka chopra kriti sanon