૧૦ હજાર રૂપિયાનો ફેસ-માસ્ક પહેરે છે ક્રિતી સૅનન

23 April, 2025 06:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાથમાં બ્રૅન્ડેડ ફેસ-માસ્ક સાથે ઍરપોર્ટ પર જોવા મળી. ક્રિતી સૅનન હાલમાં યુનાઇટેડ કિંગડમ (UK)ની ટ્રિપ પર ગઈ હતી. તેણે પોતાના સોશ્યલ મીડિયા પર આ રિલૅક્સિંગ વેકેશનની તસવીરો પોસ્ટ કરી હતી.

ક્રિતી સૅનન

ક્રિતી સૅનન હાલમાં યુનાઇટેડ કિંગડમ (UK)ની ટ્રિપ પર ગઈ હતી. તેણે પોતાના સોશ્યલ મીડિયા પર આ રિલૅક્સિંગ વેકેશનની તસવીરો પોસ્ટ કરી હતી. હાલમાં આ વેકેશન માણીને પરત ફરતી ક્રિતી મુંબઈ ઍરપોર્ટ પર જોવા મળી હતી. ક્રિતીનો આ ઍરપોર્ટ લુક સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ ગયો હતો અને એનું મુખ્ય કારણ હતું તેણે હાથમાં પકડેલો  બ્રૅન્ડેડ ફેસ-માસ્ક.

ક્રિતી ઍરપોર્ટ પર હાથમાં બર્બેરીના માસ્ક સાથે જોવા મળી હતી જેની કિંમત આશરે ૧૦ હજાર રૂપિયા જેટલી થાય છે. સોશ્યલ મીડિયા પર તેનો આ માસ્ક ચર્ચાનો મુદ્દો બન્યો હતો.

kriti sanon mumbai airport bollywood buzz bollywood gossips bollywood news bollywood entertainment news