મહિલાપ્રધાન ફિલ્મ મિમીમાં કામ કરવાનો ગર્વ છે ક્રિતી સૅનનને

09 September, 2019 08:31 AM IST  |  મુંબઈ

મહિલાપ્રધાન ફિલ્મ મિમીમાં કામ કરવાનો ગર્વ છે ક્રિતી સૅનનને

 ક્રિતી સૅનન હાલમાં મહિલા પ્રધાન ફિલ્મ ‘મિમી’માં કામ કરી રહી છે. આ ફિલ્મમાં તે યુવાન સરોગેટ મધરનું પાત્ર ભજવી રહી છે. ‘લુકા છુપી’ના ડિરેક્ટર લક્ષ્મણ ઉતેકર આ ફિલ્મને ડિરેક્ટ કરી રહ્યો છે. આ ફિલ્મને ખૂબ જ મોટી જવાબદારી માનતા ક્રિતી એ કહ્યું હતું કે ‘હું ખૂબ જ નર્વસ છું. જોકે આ નર્વસનેસને કારણે હું ઉત્સાહિત પણ છું. સાચી વાત એ છે કે મેં આ પહેલાં ક્યારેય આવી ફિલ્મમાં કામ નથી કર્યું. આ ફિલ્મમાં એવા ઇમોશન્સ છે જેને મેં પહેલાં ક્યારેય એક્સપિરિયન્સ નથી કર્યાં અને એજ ચૅલેન્જ છે. મારી કરીઅરની આ સમયે મારે અલગ ફિલ્મ કરવી હતી અને મને ગર્વ છે કે ‘મિમિ’ મારી પહેલી ફિમેલ-સેન્ટ્રિક ફિલ્મ છે.’

આ પણ વાંચોઃ રાજકારણીથી લઈ બોલીવુડ સુધી, જાણો કેટલું ભણેલા છે તમારા ફેવરિટ સેલિબ્રિટીઝ

kriti sanon bollywood entertaintment