MAMI પછી હવે કૉફી વિથ કરન?

30 June, 2020 10:39 PM IST  |  Mumbai | Rashmin Shah

MAMI પછી હવે કૉફી વિથ કરન?

કરણ જોહર

ગયા અઠવાડિયે કરણ જોહરે MAMI ફિલ્મ ફેસ્ટિવલમાંથી રાજીનામું આપી દીધા પછી આ વીકની શરૂઆતમાં કરણ જોહરે સ્ટાર વર્લ્ડને પોતાનો ચૅટ-શો ‘કૉફી વિથ કરન’ કરવાની પણ ના પાડી દીધી હોવાનું આધારભૂત સોર્સ દ્વારા કહેવામાં આવ્યું છે. સ્ટાર વર્લ્ડ માટે અને સ્ટાર ગ્રુપના ડિજિટલ પ્લૅટફૉર્મ પર થનારા આ ચૅટ-શોની અગાઉની સીઝનમાં કરણ જોહરે આલિયા ભટ્ટ, સોનમ કપૂર અને બીજા આર્ટિસ્ટ સામે સુશાંત સિંહ રાજપૂતની મજાક ઉડાડી હતી, જેના વિડિયો સુશાંતની આત્મહત્યા પછી પુષ્કળ વાઇરલ થયા અને એને લીધે કરણ જોહરની ઇમેજ પણ ડૅમેજ થતાં કરણ જોહરે આ સ્ટેપ લીધું છે. કરણ જોહરે ઇન્સ્ટાગ્રામ પર સુશાંતના ડેથ પછી પોતાની અને સુશાંતની તસવીર શૅર કરી હતી એ પછી તેણે ઇન્સ્ટાગ્રામ પર પણ કશું પોસ્ટ કર્યું નથી. એક સમય હતો કે કરણ લૉકડાઉનના દિવસમાં ચારથી પાંચ ફોટોગ્રાફ કે વિડિયો અપલોડ કરતો હતો, પણ છેલ્લા પંદરેક દિવસથી તે બિલકુલ શાંત પડી ગયો છે.

koffee with karan karan johar