શાહરુખની પત્ની હોવાથી મને કોઈ કામ નહોતું આપી રહ્યું : ગૌરી ખાન

23 September, 2022 02:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગૌરી ઇન્ટીરિયર ડિઝાઇનર છે

શાહરુખ ખાન અને ગૌરી ખાન

ગૌરી ખાનનું કહેવું છે કે તે શાહરુખ ખાનની પત્ની હોવાથી તેને વધુ કામ નહોતું મળી રહ્યું. ગૌરી ઇન્ટીરિયર ડિઝાઇનર છે. તે પોતાના દમ પર તેની કંપની ચલાવી રહી છે. જોકે શાહરુખ ખાનના કારણે તેને કામ નથી મળી રહ્યું. આ વિશે વાત કરતાં ગૌરી ખાને કહ્યું હતું કે ‘નવા પ્રોજેક્ટની વાત ચાલતી હોય ત્યારે કેટલાક લોકો મને ડિઝાઇનર તરીકે જુએ છે. જોકે એવો પણ સમય જોયો છે જ્યારે લોકો શાહરુખ ખાનની પત્ની સાથે કામ કરી રહ્યા હોવાનો ભાર ઉઠાવવા ન માગતા હોવાથી મને કામ નહોતા આપી રહ્યા. મારા પચાસ ટકા કેસમાં આવું જોવા મળે છે.’

entertainment news bollywood news bollywood gossips bollywood Shah Rukh Khan gauri khan koffee with karan