આખરે સલમાન ખાને ગુસ્સામાં કેમ છીનવ્યો પત્રકારનો ફોન

25 April, 2019 08:51 PM IST  | 

આખરે સલમાન ખાને ગુસ્સામાં કેમ છીનવ્યો પત્રકારનો ફોન

ભારતના પ્રમોશન માટે સાઈકલ પર સલમાન

સલમાન ખાન તેમની આગામી ફિલ્મ ભારતના પ્રમોશન માટે તેમની ઈ-સાઈકલ પર યશરાજ સ્ટૂડિયો જઈ રહ્યા હતા ત્યારે પત્રકાર સાથેનો વિવાદ સામે આવ્યો હતો. સલમાન ખાન જ્યારે સ્ટૂડિયો જઈ રહ્યા હતા ત્યારે શ્યામલાલ પાંડેએ તેમનો વિડીયો ઉતાર્યો હતો. શ્યામલાલ પાંડે અનુસાર તેમણે સલમાન ખાનને આમ રસ્તા પર જોયા બાદ બોડીગાર્ડ્સ સાથે પરવાનગી લીધી હતી અને ત્યારબાદ વીડિયો ઉતાર્યો હતો જો કે સલમાનને આ વીડિયો પસંદ ન આવતા તેમના બોડીગાર્ડે ફોન છીનવી લીધો હતો.

એક તરફ શ્યામલાલ પાંડેનુ કહેવુ છે કે તેમણે પરવાનગી લીધી હતી જ્યારે ત્યા હાજર એક દર્શકે કીધુ હતું કે, સલમાન ખાન જ્યારે સાઈકલ પર જઈ રહ્યા હતા ત્યારે શ્યામલાલ પાંડે અને કોઈ અન્ય શખ્સ તેમની બાજુમાં ગાડી ચલાવવા લાગ્યા અને સલમાનનો વીડિયો બનાવવા લાગ્યા હતા. સલમાન ખાને તેમને ઈશારો કર્યો હતો કે વીડિયો બંધ કરે પણ તેમણે આમ કર્યુ હતુ નહી. સલમાન ખાનના બોડીગાર્ડ્સ તેમની પાછળ હતા તેમણે વીડિયો રોકવા કહ્યું તેમ છતા વીડિયો બંધ કર્યો હતો જેના કારણે સલમાન ખાન તેમની પાસે આવ્યા અને ફોન ખેચી લીધો અને બોડીગાર્ડને આપી દીધો ત્યારબાદ આ ફોન શ્યામલાલ પાંડેને આપી દેવામાં આવ્યો હતો

 

આ પણ વાંચો: સલમાન અને તેના બોડીગાર્ડ સામે થઇ ફરીયાદ, વીડિયો બનાવતા યુવકને માર્યો

 

સવારથી જ સલમાન ખાન અને આ પત્રકાર વચ્ચેની નોકજોકે સૌનું ધ્યાન ખેચ્યું હતુ. શ્યામલાલ પાંડેએ ડીએન નગર પોલીસ સ્ટેશનમાં સલમાન ખાન વિરોધી ફરીયાદ નોંધાવી હતી અને તેમની સામે એક્શન લેવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી જો કે રસ્તા પર હાજર દર્શકે સંપૂર્ણ વાત કરી હતી જેને લઈને આગળ તપાસ કરાશે.

Salman Khan salman khan controversies