Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાન અને તેના બોડીગાર્ડ સામે થઇ ફરીયાદ, વીડિયો બનાવતા યુવકને માર્યો

સલમાન અને તેના બોડીગાર્ડ સામે થઇ ફરીયાદ, વીડિયો બનાવતા યુવકને માર્યો

25 April, 2019 08:06 PM IST | મુંબઈ

સલમાન અને તેના બોડીગાર્ડ સામે થઇ ફરીયાદ, વીડિયો બનાવતા યુવકને માર્યો

સલમાન ખાન સાઇકલ પર સવાર

સલમાન ખાન સાઇકલ પર સવાર


બોલીવુડ સ્ટાર સલમાન ખાન વિરુદ્ધ ગુરુવારે મુંબઇના ડીએન નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં સલમાન પર એક વ્યક્તિએ કારમાંથી ફોન છીનવવાનો આરોપ મૂક્યો છે. આ યુવકે સલમાન અને તેના બોડીગાર્ડ વિરૂદ્ધ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. જોકે ત્યાર બાદ સલમાન ખાનના બૉડીગાર્ડે પોલિસમાં ક્રૉસ એપ્લિકેશન કરી એ વ્યક્તિ પર સામી ફરિયાદ નોંધાવી છે.

પત્રકારે કર્યો સલમાન ખાનનો પીછો



Salman Khan


સલમાન ખાન ગુરુવારે સવારે જુહૂથી કાંદીવલી તરફ સાઇકલથી જઇ રહ્યો હતો. સલમાન ખાનને રોડ પર સાઇકલ ચલાવતો જોવોએ પત્રકાર અને તેની સાથી કેમેરામેન માટે એક સર્પ્રાઇઝથી ઓછું ન હોતું. આ અવસરે પત્રકાર અને કેમેરામેને મોબાઇલથી સલમાનનો વીડિયો શૂટ કરવાનો પ્રયત્ન કર્યો. ત્યારે સલમાન ગુસ્સે થયો. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે સલમાને મોબાઇલ છીનવી લીધો જેને પછીથી બૉડીગાર્ડ્સે પાછો આપી દીધો હતો.

સલમાન ખાને પત્રકારનો છીનવ્યો ફોન


Copy of FIR

આ સંપૂર્ણ મામલે મુંબઇના ડિએન નગર પોલીસ સ્ટેશનમાં સલમાન ખાનની વિરોધમાં ફરિયાદ નોંધાઇ છે. જેમાં સલમાન ખાન સેલિબ્રિટી હોવાથી કોઈની ગાડીમાં હાથ નાખીને મોબાઇલ છીનવી શકે નહીં. ફરિયાદ છે કે સલમાન પર ઉચિત કાર્યવાહીની માગ કરવામાં આવી છે.

આ પણ વાંચો : અરબાઝ ખાનના આ સવાલ પર રડી પડી સની લિઓની, વીડિયો વાયરલ

સલમાનના બોડીગાર્ડે પણ કરી ફરિયાદ

મળતી માહિતી મુજબ આ બાબતે સલમાનના બૉડીગાર્ડ તરફથી પણ એક ફરિયાદ કરવામાં આવી છે. જેમાં સલમાનનો પીછો કરવા અને તેની પરવાનગી વિના તેનો વીડિયો શૂટ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

25 April, 2019 08:06 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK