અનન્યા પાન્ડે અને ભૂમિ પેડણેકરને કેવો જીવનસાથી જોઈએ છે?

02 December, 2019 12:16 PM IST  |  Mumbai

અનન્યા પાન્ડે અને ભૂમિ પેડણેકરને કેવો જીવનસાથી જોઈએ છે?

અનન્યા પાંડે

અનન્યા પાન્ડે અને ભૂમિ પેડણેકરે હાલમાં જ તેમને કેવા વ્યક્તિની શોધ છે એ વિશે તેમણે જણાવ્યું છે. અનન્યા અને ભૂમિ તેમની ‘પતિ, પત્ની ઔર વો’નાં પ્રમોશનમાં બિઝી છે. અનન્યાની આ બીજી ફિલ્મ છે. તે‌ણે ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. ફિલ્મનાં પ્રમોશન દરમ્યાન તેમને પૂછવામાં આવ્યુ હતું કે આદર્શ વ્યક્તિમાં તે કેવા ગુણ જોવા માગે છે. એનો જવાબ આપતા અનન્યાએ કહ્યું હતું કે ‘મને એવી વ્યક્તિ જોઈએ છે જે અતિશય પ્રામાણિક હોય, જે મારો બેસ્ટ ફ્રેન્ડ બનીને રહે અને એની સાથે રહેવાની મજા પણ આવે.’
આ સવાલનો જવાબ આપતાં ભૂમિએ કહ્યું હતું કે ‘હું રૉક સોલિડ ગર્લ છું એથી મારી ઇચ્છા છે કે મને પણ એવો જ વ્યક્તિ મળે.  એક એવી વ્યક્તિ જે બહાદુર અને સાહસી હોય. હું જે પ્રકારનું કામ કરું છું એને કારણે હું લોકોને થોડી મદદરૂપ પણ બનું છું. એક ઍક્ટર તરીકે હું ખૂબ વ્યસ્ત લાઇફ જીવું છું. લાઇફ કદી પણ મારા માટે એક સમાન નથી રહી. મારા માટે આ ખૂબ જ કપરું છે કેમ કે હું દરેક પ્રોજેક્ટ માટે થોડા ટ્રાન્સફોર્મેશનમાંથી પસાર થાઉં છું. એથી મને એક એવા વ્યક્તિની જરૂર છે જે મારી પ્રેરણા બને અને હું પણ તેની પ્રેરણા બનું. સાથે જ મને એવા વ્યક્તિની પણ જરૂર છે જે મારી ફૅમિલી અને મારી ગર્લ ગૅન્ગ સાથે પણ ડીલ કરી શકે.’
રિલેશનશિપમાં ચીટિંગ કરવા વિશે પૂછવામાં આવતાં ભૂમિએ કહ્યું હતું કે ‘મેં કદી પણ નથી કરી. મેં જેટલા પણ છોકરાને ડેટ કર્યાં છે તેમણે મારી સાથે ચીટિંગ કરી છે કે નહીં એની મને જાણ નથી. હું ખૂબ જ પ્રામાણિક વ્યક્તિ છું અને એ મારી સૌથી મોટી વિશેષતા છે.’આ સવાલનો જવાબ આપતાં અનન્યાએ કહ્યું હતું કે ‘મારી સાથે ચીટિંગ થઈ છે, પરંતુ મેં કદી પણ કોઈ‌ની સાથે ચીટિંગ નથી કરી.’

Ananya Panday bhumi pednekar