જાણો, બાહુબલી ફેમ અભિનેતા પ્રભાસના પરિવારને

04 September, 2019 03:24 PM IST  |  Mumbai

જાણો, બાહુબલી ફેમ અભિનેતા પ્રભાસના પરિવારને

પ્રભાસનો પરીવાર

Mumbai : પ્રભાસ આ દિવસોમાં ઘણો ચર્ચામાં ચાલી રહ્યો છે. તેનું મુખ્ય કારણ તેની ફિલ્મ સાહો તાજેતરમાં જ રિલીઝ થઈ છે. બાહુબલી અભિનેતા પ્રભાસ આ ફિલ્મમાં એકદમ અલગ સ્ટાઇલમાં જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઇએ કે આ ફિલ્મને નબળા રેટિંગ પછી પણ બોક્સ ઓફિસ પર બમ્પર ઓપનિંગ મળી છે. પ્રભાસની એક્શન ફિલ્મનું બજેટ આશરે 350 કરોડનું છે. આજે અમે તમને બાહુબલી અભિનેતા પ્રભાસના પરિવારના બધા સભ્યો વિશે જણાવીશું.



પ્રભાસના પિતા પણ ફિલ્મ નિર્માતા છે તો માતા લાઈમલાઇટથી દુર રહે છે
પ્રભાસના પિતા અપ્લાપતિ સૂર્ય નારાયણ રાજુ પ્રથમ ફિલ્મ નિર્માતા છે. તેમણે લગભગ 10 સાઉથની ફિલ્મો બનાવી છે. જેમાં પ્રભાસની ફિલ્મ બિલાનો સમાવેશ થાય છે. પ્રભાસની માતાનું નામ શિવા કુમારી છે અને તે લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે.



પ્રભાસના કાકા 70ના દાયકાના ટોચના અભિનેતા હતા
પ્રભાસના કાકા કૃષ્ણમ રાજુ 70 અને 80 ના દાયકાના ટોચના તેલુગુ અભિનેતા રહ્યા છે. તે 1966 થી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે તેના કાકાને પ્રભાસને બળવાખોર સ્ટારનું નામ આપવામાં આવ્યું હતું.

આ પણ જુઓ : કૂલી નંબર 1ની તૈયારીમાં લાગ્યા વરૂણ અને સારા જુઓ તસવીરો

પ્રભાસને મોટો ભાઈ અને બહેન છે જે ફિલ્મોથી દુર રહેવાનું પસંદ કરે છે
બહુ ઓછા લોકો જાણતા હશે કે પ્રભાસને એક મોટો ભાઈ પણ છે. જેનું નામ પ્રબોધ છે અને તે ફિલ્મોમાં કામ કરતો નથી. બાહુબલી અભિનેતા પ્રભાસની પ્રગતિ નામની એક મોટી બહેન પણ છે. પ્રગતિ પણ લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે.

bollywood bollywood gossips bollywood news prabhas