પતિ, પત્ની ઔર વોહનો પહેલા વીક-એન્ડમાં ૩૫.૯૪ કરોડનો બિઝનેસ

10 December, 2019 10:07 AM IST  |  Mumbai

પતિ, પત્ની ઔર વોહનો પહેલા વીક-એન્ડમાં ૩૫.૯૪ કરોડનો બિઝનેસ

પતિ પત્ની ઔર વો ફિલ્મનું એક દ્રશ્ય

૬ ડિસેમ્બરે રિલીઝ થયેલી ‘પતિ, પત્ની ઔર વોહ’એ પહેલા વીક-એન્ડમાં ૩૫.૯૪ કરોડનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મે પહેલા જ દિવસે ૯.૧૦ કરોડનું કલેક્શન કર્યું હતું. આ ફિલ્મમાં કાર્તિક આર્યન, ભૂમિ પેડણેકર અને અનન્યા પાન્ડે જોવા મળી રહ્યાં છે. આ ફિલ્મ આવનારા દિવસોમાં હજી કલેક્શનમાં વધારો કરે તો નવાઈ નહીં. આ ફિલ્મ સાથે જ આશુતોષ ગોવારીકરની ‘પાનીપત’ પણ રિલીઝ થઈ છે. પાણીપતના ત્રીજા વિશ્વયુદ્ધ પર આધારિત આ ફિલ્મ કંઈ ખાસ કમાલ નથી દેખાડી શકી. આ ફિલ્મે વીક-એન્ડમાં માત્ર ૧૭.૬૮ કરોડનો બિઝનેસ કર્યો છે.

kartik aaryan bhumi pednekar Ananya Panday