લોકોને સાદું ભોજન લેવાનો આગ્રહ રાખવા કહ્યું કીર્તિ કુલ્હારીએ

21 May, 2020 10:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લોકોને સાદું ભોજન લેવાનો આગ્રહ રાખવા કહ્યું કીર્તિ કુલ્હારીએ

કીર્તિ કુલ્હારીએ લોકોને અપીલ કરી છે કે તેઓ સાદા ભોજનનો આગ્રહ રાખે. આપણા શરીર અને વિશ્વ માટે પણ એ સારું હોવાનું તેનું માનવું છે. કીર્તિએ પોતાના સાદા ભોજનનો ફોટો શૅર કર્યો હતો. તેની થાળીમાં દાળ, શાક, રોટલી અને દહીં છે. આ થાળીને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કીર્તિએ કૅપ્શન આપી હતી કે ‘જેટલું સાદું ભોજન એટલું જ એ સારું હોય છે તમારા પેટ માટે અને દુનિયા માટે. જો મેં આને એક સ્ટોરી તરીકે પોસ્ટ કર્યું હોત તો લોકો એના પર રીઍક્ટ કરતા હોત. જોકે મેં એને અહીં એક આઇડિયા તરીકે ચર્ચા કરવા માટે પોસ્ટ કર્યું છે. હું આની ઘણા સમયથી ઇચ્છા રાખી રહી હતી. એનાથી હું સારું અનુભવી રહી છું. આ એક એવો ઍટિટ્યુડ છે જે કોઈ એક ક્ષેત્ર માટે, કોઈ એક સ્થિતિ કે કોઈ એક વ્યક્તિ માટે સીમિત નથી. આ એક એવી વસ્તુ છે જે દરેક બાબતમાં રિફ્લેક્ટ કરે છે. એને વાસ્તવિક જીવનમાં અપનાવવી ખૂબ જરૂરી છે. તમે જો આના વિશે વિચારશો તો એ ખૂબ સરળ લાગશે. જોકે એ એટલું સરળ પણ નથી. એના માટે કોને દોષ આપવો? આપણને... આપણે દરેક વસ્તુને અઘરી કરીએ છીએ. આપણને દરેક વસ્તુને અઘરી બનાવવી સારું લાગે છે. આ એવું લાગે છે જાણે કે વસ્તુને અઘરી બનાવવાથી કોઈ ઇનામ મળવાનું છે. આ લૉકડાઉનમાં કિપ ઇટ સિમ્પલ પર મારો વિશ્વાસ વધુ દૃઢ બની ગયો છે. એને કારણે મને એને અપનાવવા માટે પૂરતો સમય અને તક મળી ગયાં છે. હું જે જમું છું, જેના વિશે ચર્ચા કરું છું, મારી સ્કિન સાથે જે પણ કરું છું આ બધું હું સતત કર્યા કરું છું. સરળ ચીજવસ્તુઓથી એની શરૂઆત કરો અને તમને તમારી લાઇફમાં પરિવર્તન દેખાવા માંડશે. તમને અઘરી પરિસ્થિતિ અને રિલેશનશિપમાં સરળતા જોવાની મદદ મળશે. કિપ ઇટ સિમ્પલની સાથે તમને અપાર શાંતિનો અનુભવ થશે. ખૂબ પ્રેમ... સૌને ભગવાનના આશીર્વાદ મળે.’

entertainment news bollywood bollywood news lockdown kirti kulhari