છૂટાછેડાં પછી પણ આમિર ખાન અને રીના વચ્ચે... કિરણ રાવે કર્યો ખુલાસો

14 March, 2024 08:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આમિર ખાનની બન્ને એક્સ-વાઇફની વચ્ચે બૉન્ડિંગ ઘણીવાર ચર્ચાઓમાં રહેતી હોય છે. હવે કિરણ રાવે જણાવ્યું કે રીના ડિવૉર્સ પછી પણ પરિવારથી ક્યારેય અલગ નથી થઈ.

આમિર ખાન પૂર્વ પત્ની કિરણ રાવ સાથે (ફાઈલ તસવીર)

આમિર ખાનની (Aamir Khan) બન્ને એક્સ-વાઇફની વચ્ચે બૉન્ડિંગ ઘણીવાર ચર્ચાઓમાં રહેતી હોય છે. હવે કિરણ રાવે જણાવ્યું કે રીના ડિવૉર્સ પછી પણ પરિવારથી ક્યારેય અલગ નથી થઈ.

કિરણ રાવના (Kiran Rao) આમિર ખાન સાથે ડિવૉર્સ થઈ ચૂક્યું છે. ત્યાર બાદ પણ બન્ને વચ્ચે સારું બૉન્ડિંગ છે. એવી જ મિત્રતા આમિરની તેમની પહેલી એક્સ વાઈફ રીના દત્તા સાથે પણ રહી છે. ઈન્ટ્રેસ્ટિંગ વાત એ છે કે કિરણ અને રીના વચ્ચે પણ કોઈ મતભેદ નથી. ફિલ્મ લાપતા લેડીઝના પ્રમોશનના સિલસિલે કિરણ મીડિયા સાથે વાતચીત કરી રહી છે. આ દરમિયાન તેમણે જણાવ્યું કે જ્યારે તેમણે આમિર સાથે લગ્ન કર્યા ત્યારે પણ રીના ઘર છોડીને ગઈ નહોતી. (Kiran Rao talks about Aamir Khan ex-wife)

પરિવાર સાથે રહેશે પ્રેમ
કિરણ રાવ અને આમિર ખાન અલગ થયાં પછી પણ એક-બીજા સાથે કામ કરી રહ્યાં છે.  આ વાત અનેક લોકોને ચોંકાવે પણ છે. ઝૂમ પર વાતચીતમાં કિરણ પોતાની પર્સનલ લાઈફ પર બોલી. તેમણે જણાવ્યું કે, હું ખૂબ જ લકી રહી છું કે મેં આખા પરિવાર સાથે લગ્ન કર્યાં હતાં. જે પરિવારને હું પ્રેમ કરું છું અને તેને પ્રેમ કરવાનું ચાલુ રાખીશ.

રીના બની મિત્ર
Kiran Rao talks about Aamir Khan ex-wife: કિરણે જણાવ્યું કે તેને પોતાની સાસ પ્રત્યે ખૂબ જ પ્રેમ છે. તેણે આમિરના પરિવારના પણ વખાણ કર્યા અને જણાવ્યું કે આમિર સાથે વર્ષ 2002માં ડિવૉર્સ થયા પછી પણ રીનાએ ક્યારેય પરિવારને છોડી દીધું નથી. આમિર અને રીના ડિવૉર્સ પણ થઈ ગયા તેમ છતાં બધું એવું જ રહ્યું. પરિવાર રીનાને લઈને ખૂબ પ્રૉટેક્ટિવ હતો. કિરણે જણાવ્યું કે, તે પરિવારનો ભાગ હતી અને જ્યારે મારા લગ્ન થયા તો તે સારી મિત્ર બની ગઈ કારણકે રીના ખૂબ જ સારી વ્યક્તિ છે. હું તેને ખૂબ જ પ્રેમ કરું છું.

અલગ હોવા છતાં બધા સાથે
આમિરથી જૂદાં થયા પછી પણ આઝાદ સાથે આમિર અને તેમના બાળકો ઝુનૈદ અને ઈરાનો બૉન્ડ પણ સારો છે. તે આસપાસ અને એક ક્લૉઝ ફેમિલીની જેમ રહે છે.

રાજકુમાર સંતોષીની ‘લાહોર 1947’માં સની દેઓલના દીકરા કરણ દેઓલની એન્ટ્રી થઈ ગઈ છે. એ ફિલ્મમાં સની દેઓલ અને કરણ એકસાથે પહેલી વખત જોવા મળવાના છે. આમિર ખાન પ્રોડક્શન્સ આ ફિલ્મને પ્રોડ્યુસ કરશે. ફિલ્મમાં પ્રીતિ ઝિન્ટા પણ જોવા મળશે. કરણ દેઓલે ‘પલ પલ દિલ કે પાસ’થી ઍક્ટિંગમાં એન્ટ્રી કરી હતી. ‘લાહોર 1947’માં તે જાવેદના રોલમાં દેખાવાનો છે. તેની પ્રશંસા કરતાં આમિરે કહ્યું કે ‘મને એ વાતની ખુશી છે કે ફિલ્મમાં જાવેદના રોલ માટે કરણે ખૂબ સરસ રીતે તૈયારી કરી હતી. તેની નિર્દોષતા અને તેની પ્રામાણિકતા ઘણુંબધું વ્યક્ત કરે છે. આદિશક્તિ સાથે કરણે વર્કશૉપ્સમાં ખૂબ મહેનત કરી છે. ખૂબ રિહર્સલ પણ કર્યાં છે અને સમર્પણ દેખાડ્યું છે. આ ફિલ્મમાં જાવેદનો રોલ ખૂબ અગત્યનો અને ચૅલેન્જિંગ પાર્ટ છે. મને પૂરી ખાતરી છે કે રાજકુમાર સંતોષીના ડિરેક્શનમાં તે આ રોલને ખૂબ સરસ રીતે સાકાર કરશે.’

aamir khan happy birthday kiran rao bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news