10 February, 2023 07:17 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્ન 7 ફેબ્રુઆરીના ફેબ્રુઆરીના જેસલમેરમાં થઈ ચૂકી છે. બન્નેના લગ્નની તસવીર અને વીડિયોઝ ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન કિયારા અડવાણીએ પોતાના લગ્નનો વીડિયો શૅર કર્યો છે, જેમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે દેખાવાની છે. દુલ્હનના કપડાંમાં કિયારા અડવાણી ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.
ડાન્સ કરતાં કિયારાએ લીધી એન્ટ્રી
કિયારા અડવાણીએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની ડ્રીમ વેડિંગનો એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે કિયારા ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. તે દુલ્હનના કપડાંમાં સજી-ધજીને સ્ટેજ પર એન્ટ્રી લે છે. કિયારા ડાન્સ કરતા સિદ્ધાર્થ પાસે પહોંચે છે. તે સિદ્ધાર્થને દુલ્હાના વેશમાં જોઈને ખૂબ જ ખુશ દેખાય છે અને ઈસારામાં કહે છે કે ખૂબ જ સુંદર દેખાય છે.
વરમાળા પછી કપલે એક-બીજાને કરી કિસ
ત્યાર બાદ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ એક-બીજાને વરમાળા પહેરાવે છે અને પછી બધાની સામે એક-બીજાને કિસ કરે છે. ત્યારે કપલ પર પુષ્પ વર્ષા થવા માંડે છે. આ દરમિયાન લગ્નમાં પહોંચેલા મહેમાનો કપલને ચીયર્સ કરે છે. આ વીડિયો પોસ્ટ કરતા કિયારા અડવાણીએ લગ્નની તારીખ 7 ફેબ્રુઆરી 2023 લખી છે. સિદ્ધાર્થ અને કિયારાના આ વીડિયોમાં તેમના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ચાહકો કોમેન્ટ સેક્શનમાં કપલને લગ્નની શુભેચ્છાઓ અને વધામણી આપી રહ્યા છે.
આ પણ વાંચો : સિદ્ધાર્થ-કિયારા પર આશિષ વરસાવ્યા કરણે
કિયારાએ ચાહકોને બતાવી વેડિંગ ફોટોઝ
આ પહેલા કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે સાત ફેરા લીધા બાદ પોતાની વેડિંગ તસવીરો પોસ્ટ કરી હતી. તસવીરોમાં બન્ને સિતારા ખૂબ જ ખુશ દેખાયા. કિયારા અડવાણીએ કૅપ્શનમાં લખ્યું, "હવે અમારી પર્મનન્ટ બુકિંગ થઈ ગઈ છે. અમે આગળની જર્ની માટે તમારો પ્રેમ અને આશીર્વાદ ઝંખીએ છીએ." જણાવવાનું કે કિયારા અને સિદ્ધાર્થે જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં પરિવાર અને નિકટમત મિત્રો વચ્ચે લગ્ન કર્યાં હતાં.