કિયારા અડવાણીએ થિયેટરમાં કરી સમોસા પાર્ટી

10 December, 2020 07:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કિયારા અડવાણીએ થિયેટરમાં કરી સમોસા પાર્ટી

ફાઈલ તસવીર

બૉલીવુડ અભિનેત્રી કિયારા અડવાણીની ફિલ્મ ‘ઈન્દુ કી જવાની’ થિયેટરમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં કિયારા અડવાણી ગાજીબાદની છોકરીના અભિનયમાં છે. અભિનેત્રીએ પોતાની આ ફિલ્મનો શો થિયેટરમાં જોયો છે અને તેનો ફોટો સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો.

જોકે ખાસ વાત એ છે કે કિયારા અડવાણી અને તેની કો-સ્ટાર મલ્લિકા દુઆનો એક વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં આ તે ફિલ્મની સાથે સમોસાની પાર્ટી પણ કરી રહી છે.

કિયારાએ ફોટો શૅર કરતા લખ્યું કે, ફાઈનલી, થિયેટર તરફ વાપસી થઈ છે, મોટા સ્ક્રીનને ખૂબ જ મીસ કરી રહી હતી. ગઈ કાલે રાત્રે ફૅમિલી સાથે ઈન્દુ કી જવાની જોઈ અને સરસ અનુભવ હતો. સુપર સર્વિસ અને સેનિટાઈઝેશન.

કિયારા અડવાણીની આગામી સમયમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે શેરશાહ, કાર્તિક આર્યન સાથે ભુલભુલૈયા-2 ફિલ્મ આવવાની છે. શાહિદ કપૂર સાથેની ફિલ્મ ‘કબીર સિંહ’થી કિયારા અડવાણીને ખૂબ જ લોકપ્રિયતા મળી હતી.

kiara advani bollywood